Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રાજકોટમાં ૩૫ બાળમજુરોને મુકત કરાવતું સમાજ સુરક્ષા વિભાગ

સહકારી ડેરીમાં જ ૫૦ બાળમજૂર કામ કરતાં હતા, ૩૦ ભાગી ગયાઃ બંગળીના કારખાનામાંથી ૧૫થી વધુ બાળમજુરોને મુકત કરાયા

રાજકોટઃ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આજે જોરદાર કાર્યવાહી કરી બે જગ્‍યાએ દરોડા પાડી ૩૫થી વધુ બાળમજુરોને મુકત કર્યા હતા. સૌ પ્રથમ રાજકોટ સહકારી ડેરીમાં સમાજ સુરક્ષા વિભાગે મેગા ઓપરેશન કરતાં તપાસ દરમ્‍યાન ૫૦ જેટલા બાળમજુરો કામ કરતા હોવાનું બહાર આવ્‍યું હતું. જેમાંથી ૨૦જેટલા બાળમજુરોને મુકત કરાયા હતા. જયારે અન્‍ય બાળમજુરો નાસી છૂટયા હતા. આ ઉપરાંત શ્‍યામનગરમાં આવેલ એક બંગળીના કારખાનામાં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓએ દરોડો પાડી બાળમુજરી કરતાં ૧૫ થી વધુ બાળકોને મુકત કરાવ્‍યા હતા.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:12 pm IST)