Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વગર શિક્ષણે જિંદગીનું બેલેન્સ

     આજે ધો. ૧૨નું પરિણામ આવ્યું. નાપાસ થનારા નિરાશામાં ગરકાવ થઇ જાય છે. આવા છાત્રોને પ્રેરણા આપતી આ તસવીર છે. નટ સમાજની પાંચ વર્ષની ઢીંગલી તડકા ધૂમમાં બેલેન્સના ખેલ કરીને પરિવારને ઉપયોગી થાય છે અને પોતાની કારકિર્દી ઘડે છે. જીવનની કોઇ પણ સ્થિતિમાં - કોઇપણ સંજોગોમાં બેલેન્સ જાળવીને આગળ વધવું એ જ સાચું શિક્ષણ છે. પાંચ વર્ષની દીકરી સ્કૂલે નથી ગઇ, પણ આ શિક્ષણ મેળવી ચૂકી છે. ધો. ૧૨નું પરિણામ ગમે તેવું આવ્યું હોય, 'બેલેન્સ' રાખતા આવડી જાય તો મન કે જિંદગી અપસેટ ન થાય.

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(4:08 pm IST)