Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વોર્ડ નં.૦૩ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રૂ.૧૮ લાખના ખર્ચે પેવર કામનો પ્રારંભઃ ખાતમુર્હુત

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા પેવર કામગીરી શરૂ કરવામાં આવેલ છે તે અંતર્ગત વોર્ડ નં.૦૧માં આવેલ ઇન્દ્રપ્રસ્થનગર સોસાયટીની શેરીઓમાં રૂ.૧૮ લાખના ખર્ચે પેવરકામ કરવાના કામનું ખાતમુહુર્ત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને ડ્રેનેજ કમિટી ચેરમેન દેવરાજભાઇ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સેનિટેશન કમિટી ચેરમેન આશિષભાઈ વાગડિયા, કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, ભાજપ વોર્ડ પ્રમુખ  રસિકભાઈ બદ્રકિયા, વોર્ડ મહામંત્રી કાનાભાઈ સતવારા, જયદીપસિંહ જાડેજા, જીવરાજસિંહ ચુડાસમા, વિપુલભાઈ શુકલા, લલીતભાઈ વાડોલીયા, હસુભાઈ ચુડાસમા, પ્રવીણભાઈ જેઠવા, હિતેશભાઈ મારૂ, નાગજીભાઈ વરૂ, જોષી બાપા, ભટ્ટભાઈ વિગેરે તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:04 pm IST)