Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા રામનાથપરામાં શેરી શાળા પ્રકલ્પ

 રાજકોટઃ અખિલ હિન્દ મહિલા પરિષદ વિસ્તાર વિકાસ પ્રવૃતિના ભાગરૂપે રામનાથપરા ખાતે જે બાળકોના માતા કે પિતા કે બંને શ્રમિક છે અને પોતાના બાળકને માટે શિક્ષણ સંસ્કાર વિષયક આપવો જોઇતો સમય નથી આપી શકતા તેવા બાળકોને તેમનું શાળાજીવન વધુ તેજસ્વી બને તે હેતુથી પરિષદ દ્વારા નુતન એવો ''શેરી શાળા પ્રકલ્પ'' ચાલી રહેલ છે. સ્વાભાવિક ક્રમમાં બાળકોનો વિકાસ, વૈજ્ઞાનિક સાધનોની સમજ, રાષ્ટ્રભકિત પ્રેરીત શોૈર્ય ગીત સંગીત તેમજ પોષણયુકત અલ્પાહાર સહિતની પ્રવૃતિઓ સાથે બાળકોના કિલકિલાટથી ધમધમતા આ ''શેરી શાળા કેન્દ્ર''એ પંદર વર્ષ પૂર્ણ કરેલ છે. આ જ સ્થાન ઉપર ચાલતાં ઘોડિયાઘર કે જે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ કમિશ્નર દ્વારા માન્યતા પ્રાપ્ત છે.તસ્વીરમાં અખિલ હિન્દુ મહિલા પરિષદના પ્રમુખ તથા ઝોનલ ઓર્ગેનાઇઝર શ્ર મતિ ભાવના જોશીપુરા, વિસ્તારના અગ્રણી સેવાભાવી જીતુ મહેતા, મંત્રી પ્રવિણાબેન જોશી ઉપરાંત સ્થાનિક અગ્રણી સુખાભાઇ બારૈયા નજરે પડે છે. આ પ્રસંગે પરિષદના મહિલા કાર્યકર્તાઓ તેમજ કાઉન્સેલર પારૂલબેન પંડયા, પુનમબેન વ્યાસ તેમજ વિવિધલક્ષી કેન્દ્રના કેન્દ્ર સંચાલક શબનમબેન ઠેબાએ જહેમત ઉઠાવી હતી. દર માસે બાળકોના વાલીઓને પણ સમ્મિલીત કરવામાં આવે છે.

(4:03 pm IST)