Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

દિવ્‍યાંગ યોજનાથી રાજયનાં ત્રણ લાખ ઉપરાંત દિવ્‍યાંગોને લાભ થશેઃ દિપક મદલાણી

વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણીને અભિનંદન પાઠવ્‍યા

રાજકોટ,તા.૩૧: ગુજરાત રાજય દ્વારા દિવ્‍યાંગોના આર્થિક અને સામાજિક ઉત્‍થાન માટે દિવ્‍યાંગ યોજના અમલમાં મુકવામાં આવી છે ત્‍યારે ગુજરાતના વિકાસની સાથોસાથ, સામાજિક ક્ષેત્રે પણ ગુજરાતની પ્રજાનું ઉત્‍થાન થાય તે માટે રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ચિંતિત છે તેમ જણાવી વેસ્‍ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્‍યા છે.

ગુજરાતમાં શારીરિક રીતે અશકત એવા દિવ્‍યાંગોના આર્થિક અને સામાજિક ઉત્‍થાન માટે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ભાજપના રાષ્‍ટ્રિય પ્રમુખશ્રી અમીતભાઈ શાહ તેમજ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સતત ચિંતિત રહ્યા છે. નરેન્‍દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેઓએ દિવ્‍યાંગોના સામાજિક અને આર્થિક ઉન્‍નતિની ચિંતા વ્‍યકત કરી યોજના અમલમાં મુકવા જાહેરાત કરી હતી.

દિપક મદલાણી (મો.૯૯૭૮૪ ૦૦૦૨૭)ના જણાવ્‍યા મુજબ રાજય સરકાર દ્વારા દિવ્‍યાંગ મિત્ર નામથી કેટલીક નવી બાબતો મંજુર કરવામાં આવી છે જેમાં ભારત સરકાર તથા રાજય સરકારની વૃદ્ધ પેન્‍શન યોજનામાં અંદાજે દોઢ લાખ, ભારત સરકાર અને રાજય સરકારની વિકલાંગ પેન્‍શન યોજનામાં પણ અંદાજે દોઢ લાખ, ભારત સરકાર અને રાજય સરકારની વિકલાંગ પેન્‍શન યોજનામાં પણ અંદાજે દોઢ લાખ, વિકલાંગ શિષ્‍યવૃતિ અને સાધન સહાય યોજના અંતર્ગત અંદાજે પાંચ હજાર, કેદી સહાયયોજના અંતગર્ત અંદાજે ૨૦૦ તથા વિકલાંગ વિધવા મકાન સહાય અંતર્ગત અંદાજે ૫૦ દિવ્‍યાંગ લાભાર્થીઓ સહિત ત્રણ લાખ ઉપરાંતના લાભાર્થીઓને કેન્‍દ્ર અને રાજય સરકારની યોજનાનો લાભ મળશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:05 pm IST)