Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

હિરેન નશો કરી રાત્રે ઘરે આવ્‍યો ને ફાંસો ખાધો...નાનો ભાઇ જોઇ જતાં બચી ગયો

૨૦ વર્ષના દલિત યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૩૧: જુનાગઢ બીલખા રોડ પર આંબેડકરનગરમાં રહેતાં હિરેન બાબુભાઇ ભાસ્‍કર (ઉ.૨૦) નામના દલિત યુવાને રાત્રે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં તેનો નાનો ભાઇ હર્ષદ જોઇ જતાં દેકારો કરતાં ઘરના સભ્‍યો ભેગા થઇ જતાં હિરેનને નીચે ઉતારી જુનાગઢ હોસ્‍પિટલે ખસેડયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરાયો છે.

હિરેન બે ભાઇ અને એક બહેનમાં બીજો છે અને છુટક મજૂરી કરે છે. તેને નશો કરવાની ટેવ હોઇ રાત્રે નશો કરીને ઘરે આવ્‍યા બાદ ભાન ભુલી ફાંસો ખાઇ લીધાનું તેના પરિવારજનોએ જણાવ્‍યું હતું. યુવાન રાજકોટમાં સારવાર હેઠળ છે. હોસ્‍પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(3:04 pm IST)