Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

રૈયાધારમાં ગીત ગાવાની ના પાડતાં ત્રણ શખ્‍સોએ ભરત અને પિયુષને ધોકાવ્‍યા

રાજકોટ તા. ૩૧: રૈયાધારમાં રહેતાં બે મિત્રોએ રાત્રીના ઘર પાસે મોટા અવાજે ગીતો ગાઇ રહેલા ત્રણ શખ્‍સોને જોર-જોરથી ગીતો ગાવાની ના પાડતાં ત્રણેયે તેને માર મારતાં ફરિયાદ થઇ છે.

રૈયાધાર રાધેશ્‍યામ ગોૈશાળા પાસે રહેતાં પિયુષ મુકેશભાઇ બારૈયા (ઉ.૧૮) નામના રાવળદેવ યુવાન અને તેના મિત્ર ભરત મુકેશભાઇ બારૈયા (ઉ.૧૭) નામના વણકર યુવાનને પડોશમાં જ રહેતાં બંટી, તેના ભાઇ અને કલુ ભરવાડે ઉશ્‍કેરાઇ જઇ ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એન. બી. ડાંગર અને મહિપાલસિંહે પિયુષની ફરિયાદ નોંધી હતી. પિયષુના કહેવા મુજબ બંટી, તેનો ભાઇ અને કલુ ભરવાડ ઘર પાસે મોટા અવાજે ગીત ગાતા હોઇ તેને ગીત ગાવાની ના પાડતાં ત્રણેયે હુમલો કર્યો હતો.

 

(3:03 pm IST)