Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

એક લાખની લાંચનો બીજો હપ્‍તો સ્‍વીકારતા ઇજનેર જાગૃત નાગરીકની સહાયથી ઝડપાયા

વડોદરાની ઘટનાઃ લોકજાગૃતીથી એસીબી વડા કેશવકુમાર ખુશખુશાલ

રાજકોટ, તા., ૩૧: વડોદરાના એક જાગૃત નાગરીકે એસીબી દ્વારા લાંચીયાઓ સામે થયેલા જંગથી પ્રભાવીત થઇ વડોદરા પંથકના સિનોર તાલુકા પંચાયતના મદદનીશ અધિકારી વિરૂધ્‍ધ કરેલી ફરીયાદ સંદર્ભે વડોદરા એસીબી યુનીટે આબાદ ઝડપી લીધા હતા.

ગ્રામ પંચાયતના વિકાસના કામો લેબર વર્કથી ફરીયાદી દ્વારા થતા હતા. જે માટે વેલ્‍યુએશન તેમજ કંમ્‍પલીશન સર્ટીફીકેટ આરોપી પાસે ફરીયાદીએ માંગેલ. આરોપી  નૈનેશભાઇ રમેશચંદ્ર શાહે એક લાખની માંગણી કર્યાના આરોપની ફરીયાદ કરી હતી.

ઉકત ફરીયાદ આધારે વડોદરા ગ્રામ્‍ય એસીબી પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર.એમ.દવે વડોદરા એકમના મદદનીશ નિયામક પી.આર.ગેલોટના માર્ગદર્શનમાં આ છટકુ ગોઠવી બીજા હપ્તાની લાંચની અર્થાત પ૦ હજાર લેતા ઝડપી લીધા હતા. લોકોની આવી જાગૃતીને કારણે વધુને વધુ ભ્રષ્‍ટાચારીઓને પકડવામાં એસીબીને ખુબ સરળતા રહેશે તેવું અકિલા સાથેની વાતચીતમાં એસીબી વડા કેશવકુમારે જણાવી લોકોની આવી જાગૃતી બદલ ખુશી વ્‍યકત કરી હતી

(3:02 pm IST)