Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

વીરપુરના ચરખડી ગામની સીમમાં દલિત યુવતી ઉપર છરીવતી હુમલાના કેસમાં ૧ વર્ષની સજા

અન્‍ય બે આરોપીને એક માસની સજાઃ એટ્રીસિટીમાં શંકાનો લાભ

રાજકોટ, તા.૩૧: વીરપુર તાલુકાના ચરખડી ગામની સીમમાં દલિત યુવતી પર છરી વડે હુમલો કરી જ્ઞાતિ અંગે અપમાનિત કરવા મામલે દંપતિ અને તેના પુત્ર સામે ગુનો નોંધાયો હતો.છ વર્ષ પૂર્વનો આ કેસ જેતપુરની કોર્ટમાં ચાલી જતા છરી વડે હુમલો કરવાના ગુનામાં યુવાનને એક વર્ષની સજા તેમજ દંપતીને એક-એક માસની સજાનો હુકમ કરાયો હતો.જયારે એટ્રોસિટી એકટના ગુનામાં ત્રણેય આરોપીઓને કોર્ટે શંકાનો લાભ આપ્‍યો હતો.

કેસની વિગત મુજબ વીરપુરમાં રહેતા લખમણ નાથા વોરા, તેની પત્‍ની નંદુબેન અને પુત્ર ભરતે મળી ચરખા ગામની સીમમાં ગત તા.૬/૭/૨૦૧૨ ના દલિત યુવતી રમાબેન શાંતિલાલ બથવાર સાથે ઝદ્યડો કરી તેને જ્ઞાતિ અંગે અપમાનિત કરી છરી વડે હુમલો કર્યો હતો. આ અંગે યુવતીના મામાની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૨૩,૩૨૪,૧૧૪,જીપીએક્‍ટ ૧૩૫ તેમજ એટ્રોસિટી એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ કેસ જેતપુરની કોર્ટમાં ચાલી જતા સરકાર પક્ષે સરકારી વકીલ કેતન પંડ્‍યાએ આરોપીઓને મહત્તમ સજા કરવા દલીલો કરી હતી.રેકર્ડ પરના પુરાવા, બને પક્ષની દલીલો તેમજ કેસની હકીકતને ધ્‍યાને લઈ જજ જે.એ ઠક્કરે આરોપી ભરત લખમણ વોરાને છરી વડે હુમલો કરવાના ગુનામાં તક્‍સીરવાર

ઠરાવી એક વર્ષની સજા તથા રૂ ૫૦૦૦ દંડ ભરવા આદેશ કર્યો હતો,દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સજા તેમજ આરોપી લખમણ નાથા વોરા અને તેની પત્‍ની નંદુબેનને એક-એક માસની સજા અને રૂ.૧૦૦૦ દંડ ભરવા હુકમ કર્યો હતો, કોર્ટે ત્રણેય આરોપીઓને એટ્રોસિટી એક્‍ટના ગુનામાં શંકાનો લાભ આપ્‍યો હતો.આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી કે.એ.પંડ્‍યાએ દલીલો કરી હતી.

(3:01 pm IST)