Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

નશાખોર રવિએ પત્‍નિ ખુશ્‍બૂને તપેલીથી ફટકારીઃ રવિને સસરાએ ધોકાથી માર્યો

યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરમાં બનાવ

રાજકોટ તા. ૩૧: યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં બાવાજી શખ્‍સે નશો કરેલી હાલતમાં પોતાની પત્‍નિને તપેલીથી માર મારતાં બાદમાં તેના સસરાએ આવી તેને ધોકાથી ફટકારતાં પતિ-પત્‍નિ બંનેને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ હાઉસીંગ બોર્ડ કવાર્ટર ૨૦/૫૦૯માં રહેતી ખુશ્‍બુ રવિ સોલંકી (બાવાજી) (ઉ.૨૮)ને સાંજે પતિએ તપેલીથી અને ઢીકા-પાટુનો માર મારતાં તેણીને તેના માતા જ્‍યોતિબેન શાહે હોસ્‍પિટલમાં દાખલ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના કે. જે. વાઘોશીએ ખુશ્‍બુની ફરિયાદ નોંધી હતી. તેણીએ જણાવ્‍યું હતું કે પતિ દારૂ પી ઘરે આવ્‍યો હતો અને ઘરની ચીજવસ્‍તુઓ વેંચવાની વાત કરતો હોઇ ના પાડતાં તપેલી માથામાં ફટકારી ઢીકા-પાટુનો માર માર્યો હતો.  બનાવની જાણ ખુશ્‍બુના પિતા પરેશભાઇ શાહને થતાં રાત્રે એક વાગ્‍યે તે જમાઇ રવિ કેશવદાસ સોલંકીના ઘરે પહોંચ્‍યા હતાં અને મારી દિકરી પર કેમ હાથ ઉપાડયો? કહી ધોકાથી ફટકારતાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો. રવિ રિક્ષાચાલક છે. તેણે પાંચ વર્ષ પહેલા ખુશ્‍બુ સાથે લવમેરેજ કર્યા છે અને સંતાનમાં એક પુત્ર ધ્રુવ છે.

(3:00 pm IST)