Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

આજથી ૨૧ દિવસીય સક્રિય ધ્યાનના પ્રયોગો

૧ માર્ચથી ઓશો સત્યપ્રકાશ ધ્યાન કેન્દ્રમાં આયોજન સવારે માત્ર ૧ કલાક ફાળવો તો જીવન પરિવર્તિત થઇ શકે..

રાજકોટ, તા. ૨૬:. પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વભરમાં ઓશો સક્રિય ધ્યાન યજ્ઞ ૧ માર્ચથી ૨૧ માર્ચ સુધી ચાલશે. ઓશોની આ ધ્યાન પદ્ધતિ ઘણી પ્રસિદ્ધ અને લોકપ્રિય થયેલી છે. તેના અનુસંધાને રાજકોટમાં આવેલ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, મવડી રેલ્વે ફાટક પાસે, વૈદવાડી, પર સવારે ૬.૦૦ થી ૭.૦૦ નિયમિત આ ધ્યાન પ્રયોગ થશે સક્રિય ધ્યાન (એક કલાકના) ધ્યાન પ્રયોગની સમજુતી નીચે મુજબ છે.

પહેલું ચરણઃ (૧૦ મીનીટ)

ઉભા રહી તીવ્ર ઉંડો શ્વાસ લ્યો. આ ક્રિયામાં પુરી શકિત લગાવવાની છે. શ્વાસ નાકથી લ્યો. શ્વાસને બહાર કાઢવા ઉપર વધુ જોર લગાવો જેથી શ્વાસનું અંદર જવુ સહજ થઈ જશે.

બીજુ ચરણઃ (૧૦ મીનીટ)

શરીરને કુદવા ઉછળવા માટે ઢીલુ છોડી દો, આંતરીક ભાવ આવેગોને પ્રગટ થવા દો, પાગલ બની જાવ, રડો, નાચો, કુદો, હસો જે કંઈપણ થાય તેને સહયોગ કરો અને તેને તીવ્રતા આપો.

ત્રીજુ ચરણઃ (૧૦ મીનીટ)

બન્ને હાથ ઉપર કરો અને કુદવાનું ચાલુ કરો, પુરી તાકાતથી મહામંત્ર 'હું-હું-હું'નો ઉચ્ચાર કરો, મહામંત્ર 'હું'ની ચોટ નાભિ કેન્દ્ર પર પડે છે. આ ચરણને તીવ્રતાના શીખર સુધી લઈ જાઓ.

ચોથુ ચરણઃ(૧૫ મીનીટ)

અચાનક બધી ગતીઓ,ક્રિયાઓ અને હૂ-હૂ નો અવાજ વિ.બંધ કરી શરીર જે સ્થિતિમાં હોય તે જ રીતે સ્થિર કરો. સંપુર્ણ રીતે નીષ્ક્રીય તથા સજાગ બની જાઓ એક ગહન શાંતી તથા શૂન્યતા ભીતર ઘટશે

પાંચમુ ચરણઃ(૧૫ મીનીટ)

આનંદ અને અહોભાવથી નાચો,ગાઓ તથા ઉત્સવ મનાવો ભીતર છવાયેલ આનંદને અભીવ્યકત કરો

પ્રથમ ચરણની સમજુતીઃ

તમારા મનની અવસ્થાની સાથે શ્વાસની લયનો ગહન સંબધ છે જો તમે તમારા શ્વાસની લય બદલી નાખો તો તમારા મનની અવસ્થા પણ બદલાઇ જાય છે. આપણે ક્રોધમાં હોઇએ કે ભાવમાં હોઇએ કે આરામમાં હોઇએ દરેક વખતે શ્વાસની લય જુદી જુદી હોય છે પહેલા ચરણમાં તીવ્ર શ્વાસ, પ્રશ્વાસ અતીતના બધાજ રીત રસમને તોડવા માટે છે. તમે શરીર અને મન એમ બે નથી મોન શારિરીક છો એટલે જ તમારા શરીર સાથે થતુ હોય છે તે મન સુધી પહોંચે છે તીવ્ર અને ઝડપી શ્વાસ તમને વધુ ઓકસીઝન આપે છે શરીરમાં ઓકસીઝન વધુ થવાથી જીવંતતા વધે અને સરલતા આવે છે.

બીજા ચરણની સમજુતીઃ

બીજુ ચરણ રેચનનુ છે હુ તમને સચેતનરૂપી પાગલ થવા કહુ છુ જે કંઇપણ તમારા માનમાં આવે તેને અભીવ્યકીત થવા દયો આપણે એટલા  નકલી થઇ ગયા છીએ કે આપણાથી કંઇપણ વાસ્તવીક કે પ્રમાણીક થવુ મુશ્કેલ છે. તેથી શરૂમાં સુપ્રયાસ રડો, હસો, નાચો, કુદો જે કંઇપણ ભાવ જાગે તેને અભીવ્યકિત થવા દો જેવા તમો મુળ સ્ત્રોતને સ્પર્શશો જે કંઇ દમન કરીને રાખ્યુ છે તે બધુ બહાર નીકળશે એટલે તમે સ્વયંને નિર્ભાર  કરશો એક નવુ જીવન તમારામાં આવશે નિર્ભારતા આવ્યા પછી મનુષ્ય ધ્યાનમાં ડુબી શકે છે. સમસ્ત દમનોથી ખાલી થવાનુ તે પછી રૂપાંતર થઇ શકે છે.

ત્રીજા ચરણની સમજુતીઃ

ત્રીજા ચરણમાં હુ ઉચ્ચારનો ઉપયોગ કરીએ છીએ.ભુતકાળમાં કેટલાય પ્રકારની ધ્વનીનો ઉપયોગ થયો છે દરેક ધ્વનિનો વિશેષ પ્રભાવ હીન્દુ લોકો ઓમ ધ્વનિનો ઉપયોગ કરે છે. ઓમ હૃદય કેન્દ્ર પર ચોટ આપે છે. હાલનો મનુષ્ય હૃદય કેન્દ્રીત નથી સુફીઓએ હુ નો ઉપયોગ કર્યો છે. તે તીવ્રતાથી કરો તો તે તમારા કામ કેન્દ્ર સુધી જાય છે. આ ધ્વનીનો પ્રવાહ અંતર સુધી ત્યારે પહોંચસ જયારે તમે ખાલી હો પહેલુ અને બીજુ ચરણ પુરી તીવ્રતાથી કર્યુ હોય તો  ત્રીજા ચરણ હુનો ધ્વની તમાર અંતસને ઉડાણમાં જશે અને કામ કેન્દ્ર પર ચોટ કરશે કામ કેન્દ્ર બે રીતે ચોટ થઇ શકે પહેલી રીતે પ્રકૃતી છે જયારે વીપરીત યૌનની કોઇ બીજી વ્યકિતથી આકર્ષિત  થાઓ ત્યારે કામ કેન્દ્ર પર બહારથી કામ પર ચોટ પડે છે. ત્યારે તમારી ઉર્જા બહારની તરફ વહેવી શરૂ થાય છે. હુ એ જ કામ ઉર્જાના કેન્દ્ર પર ચોટ કરે છે પરંતુ ભીતરથી જયારે કામ કેન્દ્ર પર ચોટ પડે છે ત્યારે ઉર્જા ભીતર પરમવાહીત થાય છે. આ ઉર્જાનો ભીતરી પ્રવાહ તમને રૂપાંતરીત કરે છે તમે ફકત ત્યારે જ રૂપાંતરીત થાવ છો જયારે તમારી ઉર્જા વિપરીત આયામમાં વહેવા લાગે ત્યારે તો નીચે તરફ વહી રહી છે પરંતુ પછી તે ઉપર વહેવા લાગશે આ ઉર્જાનું ઉર્ધ્વગમન જ કુંડલીની તરીકે ઓળખાય છે તમે મેરૂદંડમાં ઉપર જતી ઉર્જા અનુભવ કરી શકશો.ત્યારે તમે પણ સાથે સાથે એટલી ઉંચાઇ પામી શકશો ત્રીજા ચરણમાં ઉર્જાને ઉર્ધ્વગામી બનાવવા હુ નો ઉપયોગ વાહન તરીકે ઉપયોગ કર્યો છે આમ પહેલા ત્રણ ચરણ રેચનકારી  છે ધ્યાન નથી પરંતુ ધ્યાનના પ્રવેશની પુર્વભુમીકા છે.

ચોથા ચરણની સમજુતીઃ

ચોથા ચરણમાં એકદમ સ્થિર થઇ જવાનુ છે .કારણ તમારી કોઇપણ જાતની ગતીથી ઉર્જાના ઉર્ધ્વગામી પ્રવાહમાં વિક્ષેપ પડશે અને ધ્યાન વિખરાઇ જશે કંઇ ન કરો શરીરને મૃતવત બની રહેવા દો જેથી ઉર્જાના ઉર્ધ્વગમન કરી શકે અને ઉર્જાના ઉર્ધ્વગમનથી તમે શાંતી અને મૌન થવા લાગો છો આ મૌનમાં તમે એક સાક્ષી માત્ર થઇ જાવ જયાં સુધી આ ત્રણ ચરણ પુરી તીવ્રતાથી નહી કર્યા હોય ત્યાં સુધી તમે સ્વરમાં સ્થિર નહી    થઇ શકો આ ધ્યાનમાં જે કાંઇ ધટી રહયુ છે તે શબ્દોથી પાર છે આ ફકત અનુભવ નથી પરંતુ અંતવિકાસ છે.

પાંચમા ચરણની સમજુતીઃ

શરીરને ઢીલુ છોડી દો ભીતર છવાયેલ આનંદ વેગ આપે અને અહોભાવથી નાચો, ગાઓ, અને ઉત્સવ મનાવો ઉપર મુજબના ધ્યાન પ્રયોગમાં સહભાગી થવા સ્વામી સત્ય પ્રકાશ ધ્યાન મંદીરનું હાર્દિક આમંત્રણ છે વધારે વિગતો માટે સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬ નો સંપર્ક થઇ શકે છે.

 

(1:47 pm IST)
  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST

  • નેપાળના પ્રધાનમંત્રીનું મંત્રીઓને ફરમાન :છ મહિનામાં લેપટોપ શીખો નહીંતર બરખાસ્ત કરાશે : પીએમ કેપી ઓલીએ પોતાની સરકારના મંત્રીઓને આદેશ કર્યો કે દરેકે ફરજીયાત લેપટોપ શીખવું પડશે access_time 1:37 am IST