Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત દ્વારા મેગા સરસ્વતી સન્માનઃ કાલે મીટીંગ

જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માન - કીટ વિતરણઃ મીટીંગમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્રભાઇ સોલંકીની અપીલ

  રાજકોટ, તા.૩૧: શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા આયોજીત મેગા સરસ્વતી સન્માન સમારોહ તેમજ ધો-૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી દિકરા-દિકરીઓને નોટબુક (ચોપડા) વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવા બાબતેની શ્રી  ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ રાજકોટ સમસ્ત તેમજ શ્રી  ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ વિદ્યાર્થી મંડળ, શ્યામવાડી ટ્રસ્ટ, શ્યામમંદીર સમિતિ તેમજ સમાજની દરેક સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમના આયોજન માટેની એક અગત્યની મીંટીગ કાલે તા.૧ જુનના શુક્રવારે સાંજે ૭ કલાકે ગોપીનાથ કોમ્પ્લેક્ષ, શ્રી ગુ.ક્ષ.ક. જ્ઞાતિ સમસ્ત કાર્યાલય ખાતે આયોજન કરેલ છે. જેમા જ્ઞાતિ સમસ્તના તેમજ જ્ઞાતિના દરેક હોદ્દેદાર આગેવાનો ઉપસ્થિત રહેવા  શ્રી  ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખશ્રી નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા અપીલ કરાઇ છે.

 શ્રી  ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા મેગા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરેલ છે જેમા દર વર્ષની માફક આ વખતે પણ દરેક વિદ્યાર્થી દિકરા-દિકરીઓની માર્કસની ટકાવારી નકકી કરવા માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ વખતના કાર્યક્રમમાં આવતીકાલે જે ટકાવારી સમાજ દ્વારા નકકી કરવામાં આવે તે  મુજબ દરેક દિકરા-દિકરીઓને જ્ઞાતિ સમસ્ત દ્વારા ૧૫૦ પેઇજનો ફુલસ્કેપની એક નોટબુક (ચોપડો) એવા ૧૦ નોટબુક (ચોપડા)નો એક સેટ તેમજ સ્કુલબેગ તેમજ શીલ્ડ વગેેરે જ્ઞાતિ સમસ્ત દ્વારા દરેક લોકોને ખાસ ઉપસ્થિત રહેવા જણાવાયું છે. જ્ઞાતિ સમસ્ત દ્વારા ઘણાંજ વર્ષોથી  શિક્ષણ તેમજ સંગઠનને લગતા કાર્યક્રમો કરવામાં આવે છે.  તેમા આ વખતે વધારામાં દરેક દિકરા-દિકરીઓને જ્ઞાતિ સમસ્ત તેમજ વિદ્યાર્થી મંડળ દ્વારા સંપુર્ણ વિનામુલ્યે નોટબુક (ચોપડા) વિતરણનો કાર્યક્રમ યોજાએલ છે.

 રાજકોટના સમગ્ર શ્રી  ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના વિદ્યાર્થી જગતના તેજસ્વી તારલાઓના પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન કરવામાં આવેલ છે. શ્રી  ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના જે વિદ્યાર્થી દિકરા-દિકરીઓ છેલ્લી પરીક્ષામાં મેળવેલ જવલંત સફળતા મેળવેલ હોય તેઓ દરેકને શીલ્ડ તેમજ સન્માનપત્ર અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને દર વર્ષ માફક સન્માનીત કરવાનું નકકી કરવામાં આવેલ છે.

(1:41 pm IST)