Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સળંગ ૩ દાયકા સુધી ૧૯ ડી.ડી.ઓ.ના પી.એ.તરીકે સેવા આપનાર કે.એમ. ભાલોડિયા નિવૃત

ઓઝતના પૂર અને ભૂકંપ વખતની કામગીરી યાદગાર

રાજકોટ, તા. ૩૧ :. જિલ્લા પંચાયતમાં એકધારા ત્રણ દાયકા સુધી જુદા જુદા ૧૯ જિલ્લા વિકાસ અધિકારીઓના અંગત મદદનિશ તરીકે સેવા આપનારા શ્રી કાંતિભાઈ એમ. ભાલોડિયા આજે ૩૧મીએ સાંજે વયમર્યાદાના કારણે નિવૃત થઈ રહ્યા છે. પંચાયત પરિવાર દ્વારા તેમનો વિદાય સમારંભ યોજાયેલ છે.

મૂળ મેંદરડા પાસેના ખડપીપળી ગામના વતની શ્રી કે.એમ. ભાલોડિયા કારકીર્દિના ૩૮માં વર્ષે નિવૃત થઈ રહ્યા છે. પ્રથમ ૮ વર્ષ આરોગ્ય અધિકારીના પી.એ. તરીકે રહેલ. ત્યાર બાદ છેલ્લા ૨૯ાા વર્ષથી ડી.ડી.ઓ.ના પી.એ. છે. ૧૯ ડી.ડી.ઓ.ના પી.એ. તરીકે રહ્યા હોય તેવા તેઓ એક માત્ર વર્તમાન પી.એ. છે. પી.એ. તરીકેની સેવાની બાબતમાં તેમણે ઈતિહાસ સર્જયો છે. વહીવટી કુનેહ, મળતાવડો સ્વભાવ અને ફરજનિષ્ઠા તેમની આગવી ઓળખ છે.

૧૯૮૩માં વંથલી પાસેની ઓઝત નદીમાં પૂર આવ્યુ તે વખતે રાજકોટ જિલ્લા પંચાયતમાંથી મદદ માટે ટીમ મોકલવાની હતી. ૨૦૦૧માં ભૂકંપ આવેલો બન્ને વખતે અસરગ્રસ્તોના બચાવ - રાહત માટેની કામગીરીના સંકલન માટે વહેલી સવારથી મોડી રાત સુધી ફરજ બજાવેલ. કુદરતી આપત્તિના આ બન્ને પ્રસંગો તેમના માટે યાદગાર બન્યા છે.

શ્રી ભાલોડિયાએ તેમના કાર્યકાળના તમામ ડી.ડી.ઓ. તેમજ અન્ય અધિકારીઓ, સાથી કર્મચારીઓ, ચૂંટાયેલા સભ્યો, મીડિયા ક્ષેત્ર વગેરે તરફથી ખૂબ સહયોગ મળ્યાનો હર્ષ વ્યકત કરી આભારની લાગણી વ્યકત કરી છે. નિવૃતિમાં તેઓ સેવાકીય પ્રવૃતિ કરવા માંગે છે. નિવૃતિ વિદાયમાન નિમિતે તેમના પર શુભેચ્છા વર્ષા (મો. ૯૮૨૫૭ ૩૪૫૨૨) થઈ રહી છે.

(1:13 pm IST)