Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

નર્મદા યોજનાનો એશીયાભરમાં ડંકોઃ પુરૂષોતમ રૂપાલા

રાજકોટનાં રાંદરડા તળાવે નર્મદા કળશ પૂજન : સુજલામ-સુફલામ યોજના હેઠળ રાજયભરનાં તળાવો ઉંડા થતા જળ સંપતી વધશેઃ ભારત સરકારના રાજયકક્ષાનાં કૃષિમંત્રી રૂપાલા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયાની ઉપસ્‍થિતિમાં નર્મદા જળ પૂજન-યજ્ઞ સંપન્ન

જળસંચય સાથે જળ બચાવો અભિયાન': આજે રાંદરડા તળાવ ખાતે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનની કામગીરીના સમાપન સમારોહ પ્રસંગે નર્મદા જળ કળશ પુજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૮ દંપતીઓ દ્વારા નર્મદા જળ પુજન થયું હતુ તે પ્રસંગની ત્વસ્‍વીરમાં  ભારત સરકારના રાજય કક્ષાના કેન્‍દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર ડો.જૈમન ઉપાધ્‍યાય, ડે. મેયર ડો.દર્ર્શીતાબેન શાહધારાસભ્‍ય અરવિંદભાઇ રૈયાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પુર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, ટપુભાઇ લીંબાસીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી વિગેરે દર્શાય છે. નીચેની તસ્‍વીરમાં કેન્‍દ્રીય મંત્રી શ્રી રૂપાલાને અનુદાનનો ચેક અર્પણ કરાયો   તે પ્રસંગે ઉપસ્‍થિત નાગરીક બેંકના જયોતીન્‍દ્ર મામા, કલ્‍પક મણીયાર, ટપુભાઇ લીંબાસીયા, મ્‍યુ. કમિશ્નર બંછાનીધી પાની, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગીરધરલાલ, કીકાણીભાઇ વિગેરે દર્શાય છે. આ તકે નાગરીક બેંકે રૂા. ૫૧ લાખ, રોલેક્ષ રીંગ ૧૪ લાખ, ભવાની ઇન્‍ડસ્‍ટ્રીઝ ૭ લાખ, ગીરધરલાલ દ્વારા ૪ લાખ વિગેરેએ અનુદાન આપ્‍યું હતું. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૩૧ : અહીનાં રાંદરડા તળાવ ખાતે મ્‍યુનીસીપલ કોર્પોરેશનનાં ઉપક્રમે યોજાયેલ. નર્મદા કળશ પુજન કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદે ઉપસ્‍થિત રહેલ. ભારત સરકારના રાજય કક્ષાનાં કૃષીમંત્રી પુરૂષોતમ રૂપાલાએ પ્રાસંગીક ઉદબોધન કરતાં તેઓની આગવી શૈલીમાં જણાવ્‍યું હતું કે નર્મદા યોજનાનો આજે એશીયાભરમાં ડંકો વાગે છે કેમ કે નર્મદા સરદાર  સરોવર બંધ અને તેના દ્વાાર વિવિધ કેનાલ તથા નહેરોનુ઼ ગુજરાત, રાજસ્‍થાન સહીતના રાજયોમાં જે નવી જબરજસ્‍ત નેટવર્ક અને નેવાના પાણી મોભે ચડાવ્‍યા'એ ઉકિત મુજબ ખેતરો સુધી નર્મદા નીર પહોંચાડવા ઉપરાંત લાખો શહેરીજનો-ગ્રામજનોને ઘરના નળ સુધી નર્મદા નીર પહોંચાડવાની આ ઉપલબ્‍ધી જબ્‍બર છે.  આમ નર્મદા યોજનાનું જે નેટવર્ક છે તે એશીયાભરમાં સૌથી મોટુ પાણી-પુરવઠાનું નેટવર્ક છે.

શ્રી રૂપાલાએ નર્મદાનો વિરોધ કરનાર વિપક્ષ કોંગ્રેસ ઉપર આ તકે આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને પાણી બચાવવા અપીલ કરી હતી. તથા રાજય સરકારની આ તળાવો ઉંડા ઉતારવાની યોજનાને બિરદાવી હતી.

રાજ્‍ય સરકાર દ્વારા આગામી ચોમાસા પહેલા રાજ્‍યના તમામ જળાશયો ઉંડા ઉતારી જળસંગ્રહ શકિત વધારવાના શુભ હેતુસર તા. ૧ મેથી રાજ્‍યભરમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-૨૦૧૮ શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તળાવ ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહેલ છે. આ કામગીરીના અનુસંધાને આજે તા. ૩૧ મેના સવારે ૯ કલાકે રાંદરડા તળાવ ખાતે ભારત સરકારના રાજ્‍ય કક્ષાના કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્‍તે નર્મદા કળશ પૂજનવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ 

કાર્યક્રમનું સ્‍વાગત પ્રવચન મ્‍યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવ્‍યું હતું તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કૃષિ મંત્રીશ્રીનું ફૂલ-હારથી સ્‍વાગત કરવામાં આવેલ અને શહેર ભાજપ દ્વારા કૃષિ મંત્રીનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવેલ. જયારે વોટરવર્કસ સમિતિ ચેરમેન દલસુખભાઈ જાગાણી દ્વારા મંચસ્‍થ મહેમાનોનું પુસ્‍તક આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે સુજલામ સુફલામ જળ સંચય યોજના-૨૦૧૮ અંતર્ગત ડોક્‍યુમેન્‍ટરી પ્રદર્શિત કરવામાં આવેલ હતી.

આ પ્રસંગે અધ્‍યક્ષ સ્‍થાનેથી બોલતા મેયર ડો.જૈમન ઉપાધ્‍યાયે જણાવેલ કે, મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણીએ જળાશયો ઊંડા ઉતારવા આહવાન આપ્‍યું અને તા.૦૧/૦૫/૨૦૧૮ થી આ કામગીરી ચાલુ કરાવી તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ-૨ ખાતે ૪૬ એકરમાં તળાવને ઊંડું ઉતારવાનું કામ શરુ કર્યું. હાલ ૬૪ જે.સી.બી. અને ૬ હિટાચી દ્વારા તડામાર કામ ચાલુ છે. લગભગ ૬૦ ્રુ કામ પૂરું થયું છે. રાંદરડા તળાવમાંથી ૭૦૦૦૦ દ્યન મીટર કાંપ કાઢવાનો હતો જે આજ સાંજ સુધીમાં કામ પૂર્ણ થઇ જશે.

રાજયની વર્તમાન સરકાર ફક્‍ત નિર્ણાયક અને સંવેદનશીલ સરકાર  સાથો સાથ દિર્દ્ય દ્રષ્ટા સરકાર પણ છે તેમ મેયરશ્રીએ જણાવેલ.

આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્‍થાના કેતન કાછેલાએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જળ સંચય અભિયાનમાં કામ શરુ કર્યુ ત્‍યારે શંકા હતી પણ એક મહિનામાં ખુબ સારું પરિણામ આવ્‍યું છે. વિશેષમાં તેમણે જણાવેલ કે, અટલ સરોવરએ રાજકોટ વાસીઓની સફળતા છે.

જયારે રામનાથ મહાદેવ મંદિર વિશે પ્રદીપ સીતાપરાએ જણાવેલ કે, અગાઉ રામનાથ મંદિરે દર્શન માટે આવવું હોય ત્‍યારે મોઢે રૂમાલ રાખીને આવવું પડતું પરંતુ હવે આજી નદી શુદ્ધિકરણના કારણે મોઢે રૂમાલ રાખી ન આવવું પડે તેવું ભવ્‍ય કામ રાજયના મુખ્‍યમંત્રી તથા શહેરના પદાધિકારીઓએ કર્યું છે.

આ પ્રસંગે ડો.કેતન ભીમાણીએ આજી શુદ્ધિકરણ એક ગાથા વિષે જણાવેલ કે, સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત રાજય સરકારની પ્રેરણાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી નદી સફાઈ અભિયાન હાથ ધરાયું છે તે એક સ્‍તુત્‍ય પગલું છે નદી માંથી તમામ પ્રકારનો કચરો અને ગાંડી વેલ દુર થઇ છે અને નજીકના ભવિષ્‍યમાં આજી નિર્મળ જળથી ભરાયેલી જોવા મળશે.

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮માં યોગદાન આપનાર સંસ્‍થાઓ જેવી કે,રાજકોટ નાગરિક સહકારી બેંક લિ., રોલેક્ષ રીંગ, એચ.જે. ઇન્‍ડસ્‍ટ્રીઝ, ભવાની ઇન્‍ડસ્‍ટ્રીઝ, ગીરધરલાલ અગ્રવાલ, તથા રાજકોટ બિલ્‍ડર એસોસિએશનના પ્રતિનિધિઓને મહાનુભાવોના હસ્‍તે સર્ટીફીકેટ આપી, સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ હતું.  કાર્યક્રમના અંતે આભાર દર્શન સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલએ કરેલ હતું.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, ધારાસભ્‍ય અને શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક રાજુભાઈ અદ્યેરા, મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, પૂર્વ ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા, ટપુભાઈ લીંબાસીયા, શહેર ભાજપ અગ્રણી કાશ્‍મીરાબેન નથવાણી સહકારી અગ્રણી જયોતીન્‍દ્રભાઈ મહેતા, રાજકોટ નાગરિક સહકારી બેન્‍કના ચેરમેન નલીનભાઈ વસા, પૂર્વ ચેરમેન કલ્‍પકભાઈ મણિયાર તથા હરિભાઈ ડોડીયા, રોલેક્ષ રીંગના નીલેશભાઈ પંડ્‍યા, એચ.જે. ઇન્‍ડસ્‍ટ્રીઝના કિકાણીભાઈ, ભવાની ઇન્‍ડસ્‍ટ્રીઝના અતુલભાઈ, ગીરધરલાલ અગ્રવાલ, રાજકોટ બિલ્‍ડર એસોસિએશનના સુજીતભાઈ, તથા રામકૃષણ આશ્રમ તથા બ્રમ્‍હકુમાંરીઝના સંતો તેમજ અગ્રણી સેવકો, તેમજ  બાંધકામ સમિતિ ચેરમેન  મુકેશ રાદડીયા, બાગ બગીચા અને ઝુ સમિતિ ચેરમેન, શિશુ કલ્‍યાણ અને ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ ચેરમેન જાગૃતિબેન દ્યાડીયા, આરોગ્‍ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન અનીતાબેન ગોસ્‍વામી, ડ્રેનેજ સમિતિ ચેરમેન દેવરાજભાઈ મકવાણા, માર્કેટ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન અજયભાઈ પરમાર, એસ્‍ટેટ સમિતિ ચેરમેન જયાબેન ડાંગરકશ્‍યપભાઈ શુક્‍લબીનાબેન આચાર્યશિલ્‍પાબેન જાવિયા, અંજનાબેન મોરજરીયા, જયોત્‍સનાબેન ટીલાળા, વિજયાબેન વાછાણી, પ્રીતિબેન પનારા, દુર્ગાબા જાડેજા, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન અલ્‍કાબેન કામદાર, તથા સભ્‍યશ્રી કિરણબેન માંકડિયા, ભાજપ અગ્રણી હરિભાઈ ડાંગર, ગેલાભાઈ રબારી, મનસુખભાઈ જાદવ, પૂર્વ ઝોન વિસ્‍તારના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો નગરજનો તથા શ્રી જાડેજા સહિતના અધિકારીઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત હતા.

 નોંધનીય છે કે રાજકોટ કોર્પોરેશન દ્વારા સુજલામ-સુફલામ હેઠળ લાલપરી-રાંદરડા તળાવ ઉપરાંત જામનગર હાઇવેના બીજા રીંગ રોડ પર આવેલ રેસકોર્ષ -(ર)ના તળાવનું નિર્માણ પણ હાથ ધરાયું છે.

વિવિધ ધાર્મીક-સામાજીક સંસ્‍થાઓ દ્વારા સરકાર ઉપર અભિનંદન વર્ષા

* મુખ્‍યમંત્રી વિજયભાઇ જેસીબી પર બેઠા અને અમારો ઉત્‍સાહ બેવડાયોઃ કેતન કાછેલા (બીએપીએસ)

* રાજય સરકારે જળ અભિયાનનો સુંદર મહાયજ્ઞ હાથ ધર્યો છેઃ પ્રભુ સેવાનંદ (રામ કૃષ્‍ણ આશ્રમ) રામનાથ મહાદેવ પરીસરમાં હવે કયારેય ગંદા પાણીની નદી નહિ વહેઃ પ્રદીપભાઇ સીતાપરા (રામનાથ મહાદેવ)

* આજી નદીની સફાઇ એ સ્‍તુત્‍ય પગલું: ડો.કેતન ભીમાણી

* તળાવ ઉંડુ ઉતારવાની યોજના પ્રેરણાદાયક અને બિરદાવવા લાયક : ખેડુત અગ્રણી મગનભાઇ રાજગોર

(4:11 pm IST)