Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટ જેલમાં ૧૫૭ બંદીવાન ભાઇ-બહેનોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયોઃ કોઇ આડઅસર નહિ

જેલવડા ડો. કે. એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પામાં જેલ અધિક્ષક બી. ડી. જોષી, નાયબ અધિક્ષક આર. ડી. દેસાઇ અને ટીમની જહેમત

રાજકોટઃ શહેરની મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન ભાઇ-બહેનોને કોરોનાની વેકસીન આપવાનો કેમ્પ આજે યોજાયો હતો. જેલના અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ જેલમાં રહેલા ૪૫  વર્ષ કે તેથી વધુ ઉમરના પાકા કામના અને કાચા કામના તથા પાસાના કેદી ભાઇ-બહેનોને રસી અપાઇ હતી. જેમાં પાકા કામના ૭૯, કાચા કામના ૫૨ કેદીઓ તથા પાસાના ૦૧ અને ૨૫ સ્ત્રી મળી કુલ ૧૫૭ બંદીવાન ભાઇઓ-બહેનોને સરકારની ગાઇડલાઇન મુજબ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો છે. મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. વાજાના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ડો. ભાવેશ જાકાસણીયા અને તેમની ટીમે રસીકરણ કર્યુ હતું. વેકસીન અપાયા બાદ ૩૦ મિનીટ સુધી તમામને જેલના મેડિકલ ઓફિસરના ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતાંઉ રસીકરણ બાદ એકપણ બંદીવાનને કોઇ આડઅસર થઇ નથી. આર.એમ.સી. આરોગ્ય શાખાના રાહુલભાઇ રાકશીયા, સ્ટાફ બ્રધર મનોજભાઇ ડોડીયા, એમપીડબલ્યુ હિતેષભાઇ રાઠોડ, વિશાલભાઇ વાળા, જેલ મેડિકલ ઓફિસર વી. કે. સિંઘ, ડો. દિલાવર ઉનડપોત્રા, ડો. કવિતાબેન , અમિતભાઇ પંડ્યા, બ્રધર મયંકભાઇ, ચેતનભાઇ,  ફાર્માસિસ્ટ વિપુલભાઇ, લેબ ટેકની. વૈભવભાઇ, એકસરેના હિરેનભાઇ, પિનલબેન નર્સ સહિતના હાજર રહ્યા હતાં. જેલ અધિક્ષકશ્રી બી. ડી. જોષી અને નાયબ અધિક્ષક આર. ડી. દેસાઇ તથા સિનીયર જેલર એમ. જી. રબારીએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(4:05 pm IST)