Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી

રાજકોટ લોહાણા મહાજન દ્વારા કાલે વિનામૂલ્યે સર્વજ્ઞાતિ કોરોના વેકિસનેશન કેમ્પ

સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી મો. નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર આજે જ રજીસ્ટ્રેશન કરાવો : સ્પોટ રજીસ્ટ્રેશન પણ થઇ શકશે : મહાજન તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે યોજાનાર કેમ્પમાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના કોઇ પણ વ્યકિત રસી લઇ શકશે : અનુભવી ડોકટર્સ પણ હાજર રહેશે

રાજકોટ,તા. ૩૧: કાળમુખા કોરોના સામે રક્ષણ મેળવવા તથા તેને હરાવવા માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં દરરોજ હજ્જારો લોકો વેકિસન લઇ રહ્યા છે. રાજકોટ લોહાણા મહાજન તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે આવતીકાલે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમ્યાન કેશરીયા લોહાણા મહાજન વાડી, વોકહાર્ટ હોસ્પિટલ સામેની શેરી કાલાવડ રોડ, રાજકોટ ખાતે વિનામૂલ્યે સર્વજ્ઞાતિ કોરોના વેકિસનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

૪૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતા કોઇ પણ વ્યકિત આ રસીકરણ કેમ્પનો લાભ લઇ શકશે. અનુભવી ડોકટર્સની ટીમ પણ હાજર રહેશે. વેકિસનેશનનો લાભ લેવા માટે સવારે ૧૦ થી સાંજે  ૭ વાગ્યા દરમ્યાન મો. નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું પુરજોશમાં ચાલુ હોવાનું રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્યું હતું.

કોઇ કારણસર રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર લોકો માટે કાલે સ્થળ ઉપર સ્પોટ રજીસ્ટ્રેશનની સુવિધા રાખવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. વેકિસનેશન નો લાભ લેનાર વ્યકિતએ પોતાનું ઓરીજીનલ આધારકાર્ડ સાથે રાખવું જરૂરી છે. વધુ માહિતી માટે રાજકોટ લોહાણા મહાજનની મુખ્ય ઓફીસ, મહિલા કોલેજ કાલાવડ રોડ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા પાસે રાજકોટ ખાતે સંપર્ક કરી શકાય છે.

(11:42 am IST)