Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રૈયા રોડનાં નેહરૂનગર વિસ્તારનાં મુસ્લિમ યુવાનોએ નાતજાતનાં ભેદ વગર ૫૦૦થી વધુ પરિવારને એક મહિનાનું રાશન આપી માનવતા મહેકાવીઃ હજુ પણ ગરીબોને મદદરૂપ થવાની નેમ

 રાજકોટઃ દેશભરમાં કોરોના વાઈરસને પગલે લોકડાઉન કરવામાં આવ્યુ છે. રોજગાર ધંધા પડી ભાગ્યા છે. રોજનું કમાઈને રોજ ખાતા લોકોના જીવન નિર્વાહ પર જોખમ આવી પડ્યુ છે. ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ ગરીબોની પડખે આવી છે. રાજકોટનાં રૈયા રોડનાં નહેરૂનગર વિસ્તારનાં મુસ્લિમ યુવાનો દ્વારા ફાળો ભેગો કરીને આવા ગરીબ પરિવારને મદદરૂપ થવા માટે આયોજન કર્યુ છે. જેનાં ભાગરૂપે તમામ પ્રકારની જીવનજરૂરી વસ્તુઓની કીટ બનાવીને જરૂરીયાતમંદનાં ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. હાલમાં ૫૦૦થી વધુ કીટ બનાવીને ગરીબ વિસ્તારોમાં વિતરણ કરી દેવામાં આવ્યુ છે. આ સેવાક્રિય કાર્યમાં પોલીસનો પણ સાથ સહકાર ગ્રુપને મળી રહ્યો છે. રૈયા રોડ પરનાં નહેરૂનગર વિસ્તારનાં મુસ્લિમ યુવાનો દેશમાં આવી પડેલ ગમે તેવી પરિસ્થિતીમાં એક થઈને સમાજ સેવા લાગી જાય છે. ભુંકપ, સુનામી, ધાર્મીક પ્રંસગો સહિતનાં કાર્યમાં ઙ્ગયુવાનનું ઙ્ગનહેરૂનગર યુવા ગ્રુપ ખડે પગે રહે છે. ગરીબ પરિવારોને મદદ થવાનાં ઉદ્દેશ્યથી નહેરૂનગર યુવા ગ્રુપ દ્વારા એક મહિનાનું રાશન આપવાની શરૂઆત કરાઈ છે. ગરીબોને આપવામાં આવતા રાશનમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, ખીચડી, પૌવા, ચોખા, હળદળ પાવડર, ધાણાજીરૂ પાવડર, મરચા પાવડર, એક લીટર કપાસિયા તેલ, ખાંડ, ચાની ભુકી, નમક, ચાણાની દાળ, મગ, ચોળીનાં બી, વાલનાં બી, સહિત ૨૦થી વધુ વસ્તુ સમાવેશ થાય છે. અને ઘરમાં બાળકો આ કટોકટી સમયે જીદ્દ કરે તો તેઓ માટે પણ ગ્રુપ દ્વારા બિસ્કીટ, ચોકલેટ, પીપરમેન્ટ પણ આપવામાં આવી રહી છે.શહેરનાં રૈયા રોડ પરનાં વૈશાલી નગર, જામનગર રોડ પરનાં ૨૫ વારીયા કર્વાટર, ઙ્ગરૈયાધાર, નાણાવટી ચોક ખાતેની આવાસ યોજના, નુરાની પરા, હનુમાન મઢી વિસ્તાર, બ્રહ્મસમાજ વિસ્તાર, રઝાનગર, સુભાષનગર, બજરંગ વાડી વિસ્તાર, રાજીવનગર, ઙ્ગસહિતનાં વિસ્તારમાં ૫૦૦થી વધુ જરુરીયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યુ છે. જયારે કોરોના વાઈરસને કારણે પોલીસની સુચના મુજબ ચારથી વધુ વ્યકિતને ભેગા થવાની મનાઈ છે. જેથી એક જગ્યા ટોળા ભેગા ન થાય. તે માટે ગ્રુપનાં સભ્યો દ્વારા પોલીસને સાથે રાખીને ગરીબ પરિવારનાં ઘર સુધી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. જેથી પોલીસનાં આદેશનું ઉલ્લંઘન ન થાય. એક અંદાજ મુજબ ૨૦૦૦થી વધુ લોકોને આ કીટથી લાભ થશે. ઙ્ગઅને ૭૦થી વધુ યુવાનો આ સેવાક્રિય કાર્ય રાત દિવસ આપી રહ્યા છે.

(4:21 pm IST)