Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ સામગ્રીનું વિતરણ

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરની સૂચના અનુસાર આ કોરોનાની મહામારીમાં ગરીબ લોકોને જીવન જરૂરિયાત વસ્તુ મળી રહે તેના માટે નાગજીભાઈ વિરાણી, ધવલભાઈ માધાણી, અંકિતભાઈ રંગાણી, જયદીપભાઈ પાનસુરીયા, નરેન્દ્રભાઈ સખીયા, રાજેશભાઈ માલાણી, જતીનભાઈ પિત્રોડા અને ગૌતમભાઈ ઝાલાવાડિયા દ્વારા સર્વે કરી જરૂરિયાત મંદ લોકો રૂડાં નગર ૩ના ગરીબ મજૂરો ને માટે ટોટલ ૩૫૦ કીટ જેમાં દરેક કીટમાં ૩ કિલો ઘઉં, ૫ કિલો ચોખા, ૨ કિલો મગછડી દાળ,૧ કિલો તેલ,ઙ્ગ ૨કિલો બટેટા, ૧કિલો ડુંગળી તૈયાર કરી કીટ આપવામાં આવી હતી. તેમજ વોર્ડ ૧૧ ના કોર્પોરેટર પરેશભાઈ હરસોડા, વસંતબેન મથુરભાઈ માલવી, કોર્પોરેટર પ્રતિનિધિ સુરજભાઈ ડેર,પ્રકાશભાઈ વેજપરા, પરેશભાઈ કોઠીયા, ધવલભાઈ પાંભર વિગેરે દ્વારા પોતાના વોર્ડમાં આવેલી ૨૮૦ કરિયાણાની દુકાનો તેમજ દૂધ ની ડેરી એ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(4:20 pm IST)