Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વાડીએ ખેતીકામ કરતા બોદર પરિવાર : મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં ૫ લાખનું અનુદાન

રાજકોટ : લોકડાઉનના પગલે લોકોને ફરજીયાત ઘરમાં જ રહેવું પડે છે. લોકો અવનવી પ્રવૃતિઓ કરી પોતપોતાના ઘરોમાં સમય પસાર કરે છે. દરમિયાન ભાજપ અગ્રણી અને ફિલ્મના નિર્માતા એવા ભુપતભાઈ બોદર તેમના પરિવારજનો સાથે કાળીપાટ નજીક આવેલ તેમના ફાર્મ હાઉસ પર ખેતીકામ કરી રહ્યા છે. કલાકારો ભૂમિ ત્રિવેદી, મનોજ જોષી અને કુલદીપ ગૌર અભિનીત ગુજરાતી ફિલ્મ 'જેસુ જોરદાર'નું લોન્ચીંગ મુલત્વી રાખી દેવામાં આવ્યુ છે. તસ્વીરમાં વાડીએ હલરમાં ઘઉં કાઢતા બોદર પરીવારના સર્વશ્રી ભુપતભાઈ, શોભનાબેન, શિવમભાઈ, જૈમીનભાઈ, જગદીશભાઈ અને સંગીતાબેન નજરે પડે છે. આ પરિવાર દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં પાંચ લાખનું અનુદાન પણ આપેલ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:56 pm IST)