Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સેવા પરમો ધર્મઃ વોર્ડ નં.૧માં જરૂરીયાત મંદોને રાશનની કીટનું વિતરણ

વિવિધ વિસ્તારોમાં સેનીટાઇઝ, ફોગીંગ કરાયું: કોર્પોરેટર આશીષ વાગડીયા, દુર્ગાબા જાડેજા તથા અંજનાબેન મોરઝરીયાનું માર્ગદર્શન

રાજકોટ,તા.૩૧: કુદરતી આફતો સામે હંમેશા અડીખમ ગુજરાતીઓ પોતે નોખી માટીના માનવી છે. તેવું સાબિત કરતી માનવતા હરહંમેશા છલકાવે છે. કોવીડ -૧૯ કોરોનાના સંકટ સામેની લડતમાં લોકો  લોકડાઉનમાં ઘરમાં રહી દેશ સેવા કરે છે. ત્યારે વોર્ડ નં.૧ના કોર્પોરેટર આશીષ વાગડીયા, દુર્ગાબા જાડેજા તથા અંજનાબેન મોરઝરીયાના માર્ગદશર્ન હેઠળ વોર્ડની ટીમ દ્વારા જરૂરીયાત મંદોને કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ વિસ્તારમાં ફોગીંગ, સેનીટાઇઝ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.

વોર્ડ ન -૧ ના કોપોરેટર આશીષભાઈ વાગડીયાના નેજા હેઠળ દાતાશ્રી ઓ દ્વારા ૧ કિલો ખાંડ , ૧ લિટર કપાસિયા તેલ , ૧ કિલો ખિચડીયા ચોખા , ૧ કિલો જિરાસર ચોખા , ૨૫૦ ગ્રામ છોલે ચણા , ૫૦૦ ગ્રામ પવા , ૫૦૦ ગ્રામ મોસમી ચણા, ૨૫૦ ગ્રામ મઠ, ૨૫૦ ગ્રામ અળદ , ૨૫૦ ગ્રામ મગછડી , સહિત ૧૦ વસ્તુ ઓનું જે  વ્યકિત ઓ છે જેને કોઇપણ જાતનિ આવકનો આધાર નથી તેઓ ને વિતરણ કરાયું હતું . વોર્ડ ન -૧ મા રહેતા કોરોન્ટાઇનઙ્ગ પરિવાર નિ આજુબાજુ નિ ૪ થી ૫ સોસાયટીમાં ફાયર બ્રિગેડ નિ મદદ થી સેનેટાઇઝડ વોટરનો  છંટકાવ તથા સાવચેતિના પગલે આરોગ્ય શાખા દ્વારા ફોગીગ કરાયું. ત્યારબાદ વોર્ડ ની જુદી જુદી સોસાયટીઓમા શાકભાજી-દૂધ-કરિયાણૂ તથા મેડીસિન ઘરેબેઠા મળી જાય તેવી સુવિધાઓ  કરવામાં આવી છે.   અબોલ જીવોને ધ્યાનમાં રાખીને ચણની પણ વ્યવસ્થા કરવામા આવી.

આ કાર્યમાં શહેર મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. -૧ ના કોરપોરેટ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશીષભાઈ વાગડીયા, કોરપોરેટ દુર્ગાબા જાડેજા , કોરપોરેટ  અંજનાબેન મોરર્ઝરિયાઙ્ગ વોર્ડ પ્રમુખ  હિતેશભાઈ મારૂ , રામભાઈ આહિર, મહામંત્રી કાનાભાઈ, જયરાજસિંહ ઓબીસી મહામંત્રી લલિતભાઈ વાડોલિયા, યુવા ભાજપના મહામંત્રી નાગજીભાઈ વરૂ, પુર્વ પ્રમુખ જયદીપ સિંહ જાડેજા, અવી ભાઈ મકવાણા, ભરત પંડયા , મંકોડી ભાઈ, કેલાસભાઈ શુકલા , અપ્પુંભાઈ ઝાલા, ભાવિનભાઈ , દિગેશ વાઘેલા , નરેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહી  અવિરત સેવા આપી રહ્યા છે.

(3:55 pm IST)