Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મવડીમાં યદુનંદન ગ્રુપ જરૂરતમંદોની મદદે : રસોઇ સામગ્રીની ૮૦૦ કીટનું વિતરણ

રાજકોટ : લોકડાઉન વચ્ચે જેમના ઘરે ચુલા ચાલુ ન થયા હોય તેવા નિઃસહાય લોકોને ભોજનની કાચી સામગ્રી મળી રહે તે માટે મવડીમાં શ્રીનાથજીનગર શેરી નં. ર ખાતે યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. સ્થાપક પ્રમુખ રાજુભાઇ બોરીચા અને પ્રમુખ ભુપતભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ સતત આવી કીટ તૈયાર કરવામાં આવી રહી છે. ૧૦ કિલો ઘઉ, ૩ કિલો ખાંડ, ૨ કિલો દાળ, ૧ કિલો ભુકી, પ કિલો તેલ સહીતની સામગ્રની આવી ૮૦૦ કીટનું જુદા જુદા વિસ્તારોમાં અત્યાર સુધીમાં વિતરણ થઇ રહ્યુ છે. જે લોકો આવી કીટ મેળવવા ઇચ્છતા હોય કે આ કાર્યમાં સહયોગ આપવા ઇચ્છતા હોય તેઓએ મો.૯૭૨૪૯ ૧૧૧૧૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. સમગ્ર સેવા અભિયાનને સફળ બનાવવા મુન્નાભાઇ મેઘાણી, અરવિંદભાઇ મેઘાણી, ધર્મેન્દ્રસિંહ રાણા (પિન્ટુભાઇ સહકાર ગ્રુપવાળા), દેવેન્દ્રસિંહ ઝાલા, મુન્નાભાઇ ભરવાડ, વિક્રમ બોરીચા, તુષાર ઝાલા, રઘુભાઇ ઘોડાસરા, જયુભાઇ પીઠડીયા, યોગરાજસિંહ જાડેજા, લાલાભાઇ, મુન્નાભાઇ ધોબી, વિજયભાઇ માવલા, ચંદુભાઇ આહીર, કાનાભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:54 pm IST)