Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કયા કાર્ડ હોલ્ડરે કયારે આવવાનું અને APL-1 કાર્ડ હોલ્ડરે કયારે જવાનું તેની સ્પષ્ટતા અત્યંત જરૂરી

કલેકટરનો તાકિદનો પરીપત્ર : દુકાનો ઉપર બોર્ડ લગાવવા અત્યંત જરૂરી : એપીએલ કાર્ડ હોલ્ડર અંગે હાલ પૂરતી કોઇ વ્યવસ્થા નથીઃ ગાયત્રીબા વાઘેલા

રાજકોટ, તા. ૩૧ : શહેરના વોર્ડ નં.૩ના કોર્પોરેટર અને પ્રદેશ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી ગાયત્રીબા વાઘેલાએ કલેકટરને તાકીદનો પત્ર પાઠવી સરકાર દ્વારા તા. ૧-૪-ર૦ર૦થી સસ્તા અનાજની દુકાનો પર વિતરણ વ્યવસ્થામાં લાભાર્થી સિવાયના અન્ય કેટગરીના લોકો હેરાન ન થાય તે જોવા અંગે રજૂઆતો કરી હતી.

પત્રમાં જણાવ્યું હતું કે, કોરોના (COVID-19) વાયરસની હેઠળ લાભાર્થીઓને ૪/ર૦ર૦ દરમ્યાન (એપ્રિલ-ર૦ર૦) વિનામૂલ્યે રેશન આપવા બાબતે પુરવઠા વિભાગ દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ લાભાર્થીઓને કેટેગરી વાઇઝ મળવા પાત્ર પુરવઠો અને જે કેટેગરીનું રાશન કાર્ડ ધરાવતા હોય તેમને દર મહિને જે પુરવઠો BPL અંત્યોદય તેમજ NFS કાર્ડ ધારકોને જે અનાજ મળે છે તેમાં માત્ર એપ્રિલ માસના પુરવઠા પૂરતું જ વિનામૂલ્યે અનાજ મળવા પાત્ર છે. આ સિવાયના  APLકાર્ડ ધારકો કે અન્ય કેટેગરીના લાભાર્થીઓને હાલ પૂરતું સસ્તા અનાજની દુકાનેથી કોઇપણ વ્યવસ્થા નથી જે અંગે સરકારની સુચના અનુસાર આગળની વ્યવસ્થા કરવામાં આવશે તે અંગે જે તે જિલ્લાના પુરવઠા તરફથી મીડીયાના માધ્યમથી સ્પષ્ટતા કરવામાં આવે તેમજ સસ્તા અનાજની દુકાનો પાસે લોકો સ્પષ્ટ રીતે વાંચી શકે તે પ્રકારના બોર્ડ મૂકવામાં આવે જેથી મળવાપાત્ર લાભાર્થીઓ તેમજ અન્ય પૂછપરછ માટે આવતા લોકો તેમજ વિતરણ વ્યવસ્થા સંભાળતા ગ્રાહક ભંડારનામાલિકો સરળતાથી કામગીરી કરી શકે અને સાચી વાત લોકો સુધી પહોંચે તો હાલના સંજોગોમાં આ વિતરણ વ્યવસ્થાના સ્થળે લોકોની ભીડ ઓછી થાય જે બાબત આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત છે.

(3:47 pm IST)