Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

શહેરમાં બિગબજારથી અમીન માર્ગ અને રેલનગર સહિતના વિવિધ સ્થળો પર ડિસઇન્ફેકશનની કાર્યવાહી

રાજકોટઃકોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં શહેરમાં આવેલ બિગ બજાર થી અમીન માર્ગ થઈને રેલવે ફાટક સુધીનો સંપૂર્ણ રોડ અને આજુબાજુના વિસ્તારો, રામનગર, અલ્કા સોસાયટી, રેલનગર મેઈન રોડ અને તમામ નાના રોડ તથા આજુબાજુના વિસ્તારો વિગેરે સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન , મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરના સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબા ની નિગરાની હેઠળ થઈ રહેલ છે.

(3:47 pm IST)