Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગુજરાતમાં શાકભાજી-ફળોની ધૂમ આવક : દૂધ જરૂર કરતા વધુ

રાજકોટ, તા. ૩૧ : ગુજરાતમાં લોકડાઉનના પગલે ફળ-શાકભાજીનો પૂરતો પુરવઠો જળવાઇ રહ્યો છે. આજે સ્થાનિક અને બીજા રાજયોમાંથી ૧.૧૯ લાખ કવીન્ટલ શાકભાજી ઉપરાંત પપ૦ કવીન્ટલ સફરજન, ૭૮૦ કવીન્ટલ કેળા અને ૧૬૪પ૦ કવીન્ટલ અન્ય ફળોની આવક થઇ છે. હાલ રજો ૪૬ લાખ લીટર દૂધની જરૂરીયાત સામે ર.૪ કરોડ લીટર દૂધ ઉપલબ્ધ છે. ચાની અને ખાણીપીણીની હોટલ, મીઠાઇની દુકાનો, પ્રસંગો બંધ હોવાથી દૂધની જાવક કરતા આવક વધી છે. આજે રાબેતા મુજબ મહાષ્ટ્રમાં ૧૬ લાખ લીટર દૂધની ગુજરાતથી મહારાષ્ટ્ર નિકાસ થઇ છે.

(3:44 pm IST)