Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી ભારતના ખૂણે- ખૂણે માનવતા, સેવા અને સાધનાના સત્કાર્યો

રાજકોટ,તા.૩૧: કોરોના મહામારી વચ્ચે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી ભારતના દરેક ખૂણે માનવતા સેવા અને સાધનાના સત્કાર્યો ચાલી રહ્યા છે. અબોલ જીવોની સેવામાં સેવાયજ્ઞ કાર્યરત. અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનિમલ હેલ્પ લાઇન સતત ખડેપગે છે.

જૈન સંત રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર અર્હમ યુવા સેવા ગ્રુપ વર્તમાનની વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ને કારણે સર્જાયેલી લોકડાઉનની પરિસ્થિતિમાં મનુષ્યો અને અબોલ જીવોને બચાવવા છેલ્લા એક અઠવાડિયાથી મકકમ પ્રયાસો કરે છે. મુંબઇ, કોલકાતા અને સૌરાષ્ટ્રના વેરાવળ, ગોંડલ, અમરેલી, વિસાવદર, જૂનાગઢ આદિ અનેક ક્ષેત્રોમાં ૨૦૦૦ રૂપિયાથી વધુની ગ્રોસરી કીટ આપવામાં આવી રહી છે.

પારસધામ-કોલકાતા, પાવનધામ-મુંબઇથી દરરોજ સવારે અનેક વડીલોને ટિફીન મોકલવામાં આવે છે. રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, જામનગર આદિ અનેક ક્ષેત્રોમાં ગરીબોને દરરોજ ભોજન જમાડવામાં આવે છે.

રાજકોટમાં વિવિધ ચબૂતરાઓમાં પક્ષીઓની ચણ માટે આજ સુધી ૧૦૦ કટ્ટા ચણનું વિતરણ થઇ ચૂકયું છે અને આ સેવા હજુ અવિરત ચાલું છે. દરરોજ ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસ મોકલવામાં આવે છે.

રોટી ઓન વ્હીલ્સ-તપસમ્રાટ પ્રસાદમ્ દ્વારા દરરોજ ગરીબોને ૮૦૦૦ રોટલી અને શાકનું ભોજન જમાડવામાં આવે છે. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની પ્રેરણાથી રાજકોટના કરૂણા ફાઉન્ડેશનને રૂપિયા ૧૦ લાખ એનિમલ સહાય અને રાજકોટ માં અબોલ જીવો ની સહાય અર્થે અર્હમ યુવા સેવા ગ્રુપ સાથે મળી ને સેવા માટે આપવામા આવેલ  છેરાષ્ટ્રસંત પરમ ગુરૂદેવની કરૂણા ભાવના અને પ્રેરણા છે કે વર્તમાન પરિસ્થિતિમાં જેટલી બને તેટલી વધુ સેવા અને સહાય દ્વારા માનવતા અને જીવદયાના સત્કાર્ય કરવા અને એ માટે અર્હમ યુવા સેવા ગ્રુપ અને એનીમલ હેલ્પ લાઇન રાત-દિવસ સેવા આપવા તત્પર છે.

(3:43 pm IST)