Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વરમોરા ગ્રુપ દ્વારા કોરોના સામેની લડતમાં ૨૫ લાખની સહાય

રાજકોટ,તા.૩૧: સમગ્ર વિશ્વ અને રાષ્ટ્ર અત્યારે કોરોના મહામારીની સામે લડી રહ્યું છે.વિશ્વના અનેક દેશોની સરખામણીમાં ભારત દેશ અને ખાસ કરીને ગુજરાત રાજય આ ગંભીર બીમારી સામે અસરકારક પ્રતિરોધ કરી રહ્યા છે. તે સમયે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સમગ્ર ટીમને આ માટે ખુબ અભિનંદન આપવા પડે. બીજી તરફ આટલી મોટી લડાઈમાં સરકાર સાથે તન, મન અને ધનથી જોડાવું એ દરેક નાગરિકનો રાષ્ટ્રધર્મ છે. વરમોરા ગ્રુપ પણ આ જવાબદારીને સુપેરે ઉઠાવીને રાજય સરકાર સાથે જોડાયું છે.રાષ્ટ્રહિત તથા સામાજિક જવાબદારી નિભાવવામાં હંમેશા અગ્રેસર રહેતા વરમોરા ગ્રુપ દ્વારા વધુ એક વખત ઉત્ત્।ર દાયિત્વ નિભાવયુ છે. દેશ સેવા અને સામાજિક ઋણ ચુકવવામાં વરમોરા ગ્રુપ સદાય આગળ રહે છે. હાલમાં જયારે ગુજરાત સરકાર તથા વિવિધ સંસ્થાઓ કોરોના ની ભયંકર બીમારી સામે લડી રહ્યા છે. સરકાર દ્વારા ચાલી રહેલી આ લડતમાં ખુબ ખર્ચ થાય છે.ત્યારે આ લડત માં મદદરૂપ બનવા માટે વરમોરા ગ્રુપ ના વરમોરા ગ્રેનાઈટો તરફથી રૂ.૧૩,૮૮,૮૮૯ તથા સિચર ઇન્કએરા (વરમોરા ગ્રૂપ ) દ્વારા રૂ. ૧૧,૧૧,૧૧૧ એમ કુલ મળીને રૂપિયા ૨૫ લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યા હતા. તેમ  સંસ્થાની યાદીમાં જણાવાયું હતું.

(3:42 pm IST)