Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

આફ્રિકામાં વસેલા મૂળ કાઠીયાવાડી રાકેશ દુધાતનું રૂ.૧૧ લાખનું દાન

દેવકૃષ્ણદાસજી સ્વામીના આશિષ સાથે પી.એમ. ફંડમાં અર્પણ

રાજકોટઃ આફ્રિકા ખંડના ઈકવેટોરીયલ ગીની દેશના મલાબો ખાતે ધંધા અર્થે વસેલા એવા માતૃભૂમિ ભારત પર આવેલ કોરોનાની આફતમાં રાજકોટ ગુરૂકુલના આ સંસ્કારી સંતાન શ્રી રાકેશભાઈ હિંમતભાઈ દુધાતે પી.એમ. ફંડમાં  માતૃભૂમિની સેવામાં પ્રેરણા યોગ્ય સહયોગ આપ્યો છે.ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના દયાળુ સ્વભાવે પ્રેરણા આપી. સંકટમાં સખાવત કરવા મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની અનુજ્ઞા માગી.ઙ્ગ આશીર્વાદ મળતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાહત ફંડમાં (૧૧)અગીયાર લાખનું દાન મોકલ્યું. માતૃભૂમિનું ઋણ ચૂકવ્યાના  પ્રયાસથી આત્મસંતોષ થયો. જેને ભગવાને આપ્યું છે તેઓ આ સમયે શકિત અનુસાર અનેકવિધ રીતે યોગદાન આપીને માતૃભૂમિનું રૂણ અદા કરી શકે છે, તેવી ભાવના વ્યકત કરેલ તેમ પ્રભુ સ્વામી (સુરત) જણાવે છે.

(3:39 pm IST)