Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજકોટના શહેરીજનોને ઘર બેઠા દૂધ મળી રહેશે

'માહી'એ નિભાવ્યુ સામાજીક ઉત્તરદાયિત્વ : વોટ્સએપ ઉપર મેસેજ કરશો એટલે ઘર બેઠા દૂધ મળી રહેશે

લડત આપવાની આ ઝુંબેશમાં યોગદાન આપી શકાય અને લોકોની દૂધ માટેની જરૂરિયાત દ્યેર બેઠા સંતોષી શકાય તે માટે માહી મિલ્ક પ્રોડયુસર કંપનીના ચીફ એકિઝકયુટિવ શ્રી યોગેશ પટેલ અને ડેપ્યુટી ચીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણીએ ત્વરિત નિર્ણય લઈને રાજકોટના શહેરીજનોને દ્યર બેઠા દૂધ મળી રહે તે માટેની આગવી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી સામાજિક ઉત્ત્।રદાયિત્વનું ઉત્ત્।મ ઉદાહરણ પૂરૂ પાડયું છે.

માહીના ચીફ એકિઝકયુટિવ શ્રી યોગેશ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, મહામારીના આ સમયમાં માહી કંપની પણ સરકારની સાથે છે. લોકડાઉનના સમય દરમિયાન રાજકોટના શહેરીજનો ઘરની બહાર ન નિકળે તે માટે તેમને દૂધનો જરૂરી જથ્થો ઘર બેઠા જ મળી રહે તેવું અમે આયોજન કર્યું છે. આ માટે કોઈપણ વ્યકિત વ્હોટસએપ નંબર ૯૭૨૬૪ ૦૦૭૦૧ ઉપર મેસેજ મોકલશે તો તેને જરૂરિયાત મુજબનો દૂધનો પુરવઠો પહોંચાડવામાં આવશે. અમારા આ અભિયાનને શહેરીજનોનો બહોળો પ્રતિસાદ સાંપડયો હોવાનું જણાવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા આ સુવિધા શરૂ કરવામાં આવી છે તે કોઈપણ જાતના વધારાના ચાર્જ લીધા વીના ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા ઉપલબ્ધ બનતા દૂધ અને તેના ઉત્પાદનો લેવા માટે લોકોને દ્યરની બહાર નીકળવું નહિ પડે લોકો માત્ર વોટ્સએપ દ્વારા ઓર્ડર આપી ઘેર બેઠા દૂધ મંગાવી શકશે.

(3:38 pm IST)