Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

NFSA યોજનામાં આવતા કાર્ડ હોલ્ડરો (તમામ) ને મફત પુરવઠો મળશે

કાલથી રાશનકાર્ડમાં વિતરણઃ પુરવઠાએ મહત્વની ગાઇડ લાઇન જાહેર કરીઃ કમીટીઓ મુકાઇ...

તાલુકા કક્ષાએ વ્યાજબી ભાવની દુકાને શિક્ષક-તલાટી સહિત ૪ ની કમીટી... : રાજય શહેરમાં શિક્ષક-પોલીસ-સંસ્થાનો મેમ્બર સહિત ત્રણની કમીટી બનાવાઇ... : દરેક દુકાને પ૦ ગોળ ચકેરડા કરાયાઃ કાર્ડ હોલ્ડરોને ૧ મીટરનું અંતર ફરજીયાત

રાજકોટ તા. ૩૧: કાલથી રાજકોટ શહેર જીલ્લામાં કુલ ૭પ૪ વ્યાજબી ભાવની સસ્તા અનાજની, દુકાનો ઉપરથી બીપીએલ-એપીએલ-૧-એપીએલ-ર-અત્યોંદય- NFSA કાર્ડ હોલ્ડરોને અનાજનો જથ્થો મફત અને નિયત કરેલા ભાવ મુજબ તથા મફત ફુડ બાસ્કેટનું વિતરણ કરવા ઉમેરાયું છે.

આમાં જીલ્લા-શહેર માટે કમીટીઓ દુકાને-દુકાને મુકાઇ છે. શહેરમાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે.

જે કાર્ડ NFSA યોજનામાં આવતા હશે તેમને વિનામૂલ્યે જથ્થો મળશે. બાકીનાને નિયત કરેલા ભાવ મુજબ જથ્થો અપાશે.

ઉપરોકત વિગત અનુક્રમ નં. ૧ થી ૩ માં દર્શાવેલ કેટેગરી મુજબના રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે ફુડ બાસ્કેટનું વિતરણ કરવા માટે નીચે મુજબની સુચનાઓ/ગાઇડલાઇન અનુસરવાની રહે છે.

(૪) તાલુકા કક્ષાએ દરેક વાજબી ભાવની દુકાને ચાર વ્યકિતની કમીટી બનાવી વિતરણ કરવામાં આવશે જેવા કે (૧) શિક્ષક (ર) ગ્રામ સેવક/તલાટી કમ મંત્રી (૩) સરપંચ (૪) પોલીસ/હોમગાર્ડ વિગેરે દ્વારા વિતરણ કરવામાં આવશે.

(પ) રાજકોટ શહેર વિસ્તારમાં એક શિક્ષક/પોલીસ/સેવાભાવી સંસ્થાનો સભ્ય આમ કુલ ૩ જણાની કમીટી દ્વારા વિતરણ કરવામાં આવશે.

(૬) પેહલી એપ્રિલ-ર૦ર૦થી રાજકોટ જિલ્લામાં આવેલ વાજબી ભાવની દુકાનો ઉપરથી એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોને જ વિનામુલ્યે અનાજનું વિતરણ શરૂ કરવામાં આવશે.

(૭) રાજકોટ જિલ્લામાં આવેલ વ્યાજબી ભાવની દુકાને પરવાનેદારે ભારત સરકારની ગાઇડલાઇન સોશીયલ ડિસ્ટન્સ જાળવવા માટે દર ૧ મીટરના અંતરે પ૦ જેટલા ગોળ કુંડળા (વર્તુળ) કરી રેશનકાર્ડ ધારકોને તે જગ્યાએ ઉભા રાખી ક્રમાનુસાર વિતરણ કરવાનું રહેશે.

(3:36 pm IST)