Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ફેડરલ બેંકના કર્મચારીઓ તેમજ સાથી સેવા ગ્રુપની સેવાને બિરદાવતા ગોવિંદભાઇ પટેલ

રાજકોટ : વોર્ડ નં. ૧૩ માં સાથી સેવા ગ્રુપ નામથી મંડળ ચલાવતા મહેન્દ્રભાઇ જલુ, જલ્પાબેન કોટડીયા, મનોજભાઇ લુહાર, સંગીતાબેન લુહાર, કેતન પટેલ વગેરેએ છેલ્લા પાંચ દિવસથી રસોડુ શરૂ કરીને જરૂરીયાતમંદ હજારથી પંદરસો લોકોને ફ્રી ટીફીન સેવા ચલાવી રહ્યા છે. એજ રીતે ફેડરલ બેંકના કર્મચારી રાજેન્દ્ર ચાવડા, જેનીલ ગાંધી, વિવેક ત્રિવેદી, પર્વેઝ હબલાની, મિતેશ સોમૈયા, ગૌતમ મર્થક દ્વારા ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપે  પ્રધાનમંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રીની રાહત માટેની અપીલને ધ્યાને લઇ ૧૫૦૦ જેટલી બીરીયાની અને દહીંના પેકેટ બનાવી જરૂરતમંદ ગરીબો સુધી પહોંચાડી રહ્યા છે. આ સેવા શેઠ હાઇસ્કુલ પાછળની ઝુપડપટ્ટી, કોઠારીયા કોલોની, લલુડી હોકળી, ભકિતનગર સ્ટેશન પલોટ સામેની ઝુપડપટ્ટી સહીતના વિસ્તારમાં ચાલી રહી છે. જેમાં વિનુભાઇ ધવા, નિલેશભાઇ જલુ, કિરણબેન સોરઠીયા, અનિલભાઇ, નીતિનભાઇ, અર્ચનાબેન વગેરે વ્યવસ્થામાં સહભાગી બની રહ્યા છે. રાજકોટના ડાભી અત્તરવાળા પરિવારે પણ ૨ હજાર જેટલી સેનેટાઇઝર બોટલોનું પોલીસ કર્મચારીઓમાં વિતરણ કર્યુ હતુ. આ તમામ સેવા સહયોગીઓના કાર્યને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે બિરદાવી અભિનંદન આપ્યા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:34 pm IST)