Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રામકૃષ્ણ આશ્રમ દ્વારા ૧૫૦ વાદી પરીવારોને અનાજ કીટ વિતરણ

રાજકોટ : કોરોના વાયરસને અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના પગલે રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ દ્વારા શહેરની ભાગોળે આવેલા પારેવડા ગામના ૧૫૦ વાદી પરિવારોને જીવન જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં પાંચ કિલો ચોખા ,૧ કિલો દાળ ,ત્રણ કિલો લોટ ,ખાદ્યતેલ એક બોટલ, ત્રણ કિલો બટેટા, બે કિલો ડુંગળી, ૧ કિલો ખાંડ , મરીમસાલા નું પેકેટ, ૧ કિલો ચા ની ભૂકી, બિસ્કીટ અને સાબુનો સમાવેશ થાય છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આ વિકટ સમયમાં રાજકોટ અને સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત કામગીરી હાથ ધરાઇ હોવાનું  રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે. જો કોઈ વ્યકિત આ કાર્યમાં  સહયોગ આપવા ઈચ્છતા હોય તો રાજકોટ રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ પર અથવા આશ્રમના વ્હોટ્સએપ નંબર ૯૩૨૮૮ ૫૯૭૧૯ પર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:34 pm IST)