Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકોના ખાવા- પીવાની કે કીટની વ્યવસ્થા પણ સરકાર કરી શકી નથીઃ ઈન્દ્રનિલ રાજયગુરૂ

કોરોના કરતાં ભૂખમરાથી લોકો ન મરે એ જવાબદારી સરકારની છેઃ પ્રતિનિધીઓ પોતાની ફરજ ચૂકયાઃ કાલથી કીટ વિતરણ ચાલુ કરો નહિ તો જોયા જેવી

રાજકોટ,તા.૩૧: રાજકોટના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજયગુરૂની અખબારી યાદી જણાવે છે કે કોરોના વાઈરસના લેવા જોઈતા પગલા સરકારે લીધા છે ? થોડા વિકાસ અને જાજા ભ્રષ્ટાચાર માટે વપરાતા રૂપિયા જો ગરીબ લોકોને સાચવવા માટે વાપરવામાં આવે એ સરકારની ફરજ છે, રોજનું લઈને રોજનું ખાતા લોકો માટે દસ દિવસ વિત્યા છતાં લોકોની ખાવા-પીવાની કે કિટની વ્યવસ્થા પણ આ સરકાર કરી શકી નથી.

પોતાના વતન જવા ઇચ્છતા લોકોને ડંડા મારીના રોકવાના બદલે એવા લોકોની મુશ્કેલી સમજી અને સરકાર એના ખાવાપીવાની વ્યવસ્થા કરે એ યોગ્ય છે અને સરકારની જવાબદારી પણ છે, ટી.બી. જેવી ચેપી મહામારીમાં પણ લોક પ્રતિનિધિઓ હંમેશા દુઃખી લોકોની સેવામાં જતા હતા ત્યારે આજના પ્રતિનિધિઓ ઘરમાં બેસી ઘરમાં રહેવાની સલાહ સુચના આપે છે એ ભૂખ્યા માણસના જઠર સામે કેટલી વ્યાજબી છે , લોક પ્રતિનિધિઓએ વિસ્તારોમાં જઇ મુશ્કેલી વેઠતા લોકો ને તંત્ર સહાય રૂપ કેમ બને તે જોવાનું ચૂકી રહ્યા છે ઘરમાં બેસીને કોઈ રસોઈ બનાવે તો કોઈ અગાઉના ફોટા બતાવે છે તો કોઈ ઈમેલ અને પત્રવ્યવહાર કરી રહ્યા છે અને આવા ફોટાઓ જોઈને આપણી રાજકીય વ્યવસ્થા માટે મને ખૂબ દુઃખ થાય છે તેવું શ્રી રાજગુરૂએ જણાવ્યું છે

વધુમાં, લોકોએ એ પણ વિચારવાનું કે પ્રતિનિધિઓ લોકસેવામાં જોડાતા નથી કારણકે તમે એણે નહીં પરંતુ એના પક્ષને જોઇને મત આપ્યો છે એ પક્ષથી તેનું અસ્તિત્વ છે તે ખરેખર તમારા મતથી હોવું જોઈએ ત્યારે તેની પહેલી વફાદારી તમારા મત થી ચૂંટાયા હોવા છતાં પરિણત પક્ષને રહે છે તે સ્વાભાવિક છે, અને ખાસ કરીને ભાજપ સરકારની સૂચના અનુસાર તેના બધા જ પ્રતિનિધિઓને ઘર માં બેસાડી દેવામાં આવ્યા છે અને સરકારી તંત્ર બે જવાબદારીપૂર્વક વધી રહ્યું છે ઘણા દિવસો પહેલા જાહેરાત છતાં પણ આજે કીટ તૈયાર થઈ હોય તેવું તંત્ર પાસેથી જાણવા મળી રહ્યું નથી, એક પૂર્વ પ્રતિનિધિ તરીકે સરકારના સૂચનનો અને નિયમનો પાલન કરવું એ મારી ફરજ જાણી દ્યરમાં રહ્યો છું અને સરકાર નાનામાં નાના માણસની દરકાર લેશે તેવી આશા સાથે રહ્યો છું પરંતુ મુખ્યમંત્રી નું ગામ અને વડાપ્રધાન ગુજરાતી પહેલી ચૂંટણી જીત્યા હતા એવા રાજકોટ શહેરમાં સરકારના વચન બાદ પણ જો ગરીબોને કીટ ન મળતી હોય તો ગુજરાત રાજયના અન્ય શહેરો અને ગ્રામ્ય માં શું હાલત હશે? જો સરકાર એના કહ્યા મુજબ આવતીકાલથી જો કીટ વિતરણ ચાલુ નહીં કરે તો કમ નસીબે તેને ફરજ પાડવાના પગલાઓ અમારે લેવા પડશે તેવી ચીમકી પણ આપેલ છે,

અમારે સૌને સરકારના દ્યરમાં રહેવાના આદેશ નું પાલન કરવું છે પરંતુ જો સરકાર ગરીબ માણસોનું ધ્યાન રાખે તો બાકી ગરીબ માણસો માટે કોરોના પણ અમને ન ડરાવી શકે કારણકે રોગ કરતા ભૂખમરો વધારે જોખમી હોય છે તેઓ યાદી ના અંતમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ (મો.૯૮૨૪૦ ૪૩૭૦૩) એ જણાવ્યું છે.

(3:33 pm IST)
  • રણજી ખેલાડી શેલ્ડન જેકશન દ્વારા નાસ્તાની કીટનું વિતરણ : સૌરાષ્ટ્રની રણજી ટીમના ખેલાડી એવા શેલ્ડન જેકશન દ્વારા આજરોજ રાજકોટમાં દુધ, છાસ, નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું access_time 3:30 pm IST

  • તાતા સન્સમાં રહેલો પોતાનો હિસ્સો ગીરવે મૂકી શાપુરજી ગ્રુપ ૧ અબજ ડોલરની મૂડી (૭૫૦૦ કરોડ રૂ.) વધારશે access_time 12:43 pm IST

  • શેરબજારમાં આજે તેજી : સેન્સેકસ ૮૯૯ પોઈન્ટ વધ્યો : નિફટીમાં ૨૭૫ પોઈન્ટનો વધારો : તાતા સ્ટીલ, એચડીએફસી, બીપીસીએલ, ઓએનજીસી, ગેઈલ, આઈઓસી, વીપ્રોના શેરોમાં તેજી access_time 12:45 pm IST