Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જરૂરીયાતમંદોને રાશન કીટ માટે મેસેજથી ગેરકાયદે એકઠા કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો

બીજી તારીખે કડીયાજ્ઞાતિના જરૂરીયાતમંદોને કીટ આપવાની હોવાથી ઓળખના પુરાવા આપી જવા સોશ્યલ મીડીયામાં મેસેજ વહેતા કરી ૧પ૦-ર૦૦ લોકોને એકઠા કરતા પોલીસ પહોચી

રાજકોટ તા. ૩૧ : ગોંડલ રોડ રામનગર પાસે કડીયા જ્ઞાતીના જરૂરીયાતમંદોને કીટ આપવાની હોવાથી ઓળખના પુરાવા આપી જવા બાબતનો સોશ્યલ મીડીયામાં મેસેજ કરી પ૦૦ લોકોને એકઠા કરનાર કડીયા શખ્સને આજીડેમ પોલીસે જડપી લીધો છે.

મળતી વિગત મુજબ વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસને વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે. અને તંત્ર દ્વારા ર૧ દીવસનું લોકડાઉન જાહેર કર્યુ છે અને લોકોને ઘરની બહાર ન નિકળવા અને કોરોના વાયરસને લગતી કોઇ અફવા ન ફેલાવવા અંગે સરકારે માર્ગદર્શીકા જાહેર કરી છે ત્યારે શહેર પોલીસ દ્વારા શહેરના તમામ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે ગઇકાલે આજીડેમ પોલસ મથકના પીએસઆઇ સી.એમ.પટેલ તથા એએસઆઇ રવીરાજસિંહ, હેડ કોન્સ કનડકસિંહ કુલદીપસિંહ, શૈલેષભાઇ, જયપાલભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કોઠારીયા રોડ રામનગર સોસાયટીમાં ૧પ૦ થી ૨૦૦ માણસો એકઠા થયેલ છે. તેવો પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ કોલ આપતા તેઓ તાકીદે સ્થળ પર પહોંચ્યા ત્યારે રામનગર સોસાયટી શ્યામમંદિર પાસે માણસોની ભીડ હોઇ, પોલીસની ગાડી જોઇને લોકો વેરવીખેર થઇ ગયા હતા અને મંદિર પાસે એક શખ્સ ઉભો હતો તેને પકડી નામ પુછતા તેણે પોતાનું નામ અરવિંદ જાદવભાઇ રાઠોડ (ઉ.પ૩) (કડીયા) (રહે. હુડકો પોલીસ ચોકી પાછળ ન્યુ સુર્યોદય સોસાયટી શેરીનં.ર કોઠારીયા રોડ) જણાવ્યું હતું અને તેને આ ભીડ એકઠી કરવાનું કારણ પુછતા તેણે જણાવ્યું હતું કે પોતે શ્યામ મંદિરના પ્રમુખ છે. અને પોતે પોતાની જ્ઞાતીના જરૂરીયાતમંદ લોકો માટે તા.ર/૪ના રોજ અનાજની કીટ વીતરણ કરવાની હોઇ જેથી પોતે પોતાના ફેસબુકમાં 'અરવિંદ રાઠોડ' નામના આઇ.ડી.માંથી એકમેસેજ મોકલ્યો હતો જેમાં શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ તરફથી જાહેર કરવામાં આવે છેઆપણી જ્ઞાતિના જરૂરીયાત લોકો રાશન કીટનું વિતરણ જેના માટે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર તથા એડ્રેસ પુરૂ સાથે નોંધ કરાવવા છેલ્લી તારીખ ૧/૪ સુધી આપવાનું રહેશે તેમ મેસેજ કર્યો હોઇ જેથી માણસો એકઠા થયેલ હોવાનું જણાવ્યું હતું તેથી પોલીસે ગુજરાત સરકાર દ્વારા આપવામાંં આવેલ માર્ગદર્શીકા મુજબ સાવચેતી રાખવા માણસોને જરૂરી સુચનાઓ તથા પોલીસ કમિશનરે બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરનાર અરવિંદ રાઠોડની ધરપકડ કરી હતી.

(3:28 pm IST)