Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

૧૩ મીએ સૂર્યદેવ મેષ રાશીમાં પ્રવેશશે

આ પરીવર્તનથી લોકોની રોગ પ્રતિકાર શકિત વધશેઃ ર૦ મેએ રાહુ પરિવર્તનથી વધારે રાહત થશેઃ જો કે કેતુ ર૩-૯ બાદ રાહત કરશેઃ નરેશભાઇ જોશી

રાજકોટ, તા., ૩૧: વિશ્વ આખુ કોરોનાથી આફતગ્રસ્ત છે. ત્યારે વાસ્તુ જયોતીષ શાસ્ત્રના નિષ્ણાંત નરેશભાઇ જોશી કહે છે કે આજે ગુરૂ મહારાજના પરીવર્તનથી થોડી અનુકુળ સ્થિતિ સર્જાઇ છે. એપ્રિલની તા.૧૩ થી મહામારી સામે મોટી રાહત જોવા મળશે. ર૦ મે બાદ વધીને રાહત અનુભવાશે.નરેશભાઇ જોશી કેશોદના છે અને અઢી દાયકાથી વધારે સમયનો વાસ્તુ-જયોતીષ શાસ્ત્રનો અભ્યાસ ધરાવે છે. નરેશભાઇના દાદા પણ પ્રખર જયોતીષી હતા.

નરેશભાઇ કહે છે કે ગુરૂ મહારાજ આજે વહેલી સવારે ૩.પ૮ મીનીટે મકર રાશીમાં પ્રવેશ કરેલ છે. મકર રાશીમાં સ્વગૃહી શનીદેવ તેમજ ઉચના મંગળદેવ સાથે યુતી કરશે જેથી નીચભંગ રાજયોગ થાશે જે જગત માટે સારા યોગ છે.

તેમજ તા.૧૩-૪-ર૦ના રાતના ૮.ર૪ સુર્યનારાયણ પોતાની ઉચ્ચ રાશી મેષ રાશીમાં પ્રવેશ કરશે જેથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થશે.

રાહુ મહારાજ આદરા નક્ષત્રમાંથી પસાર થાય છે જે તા.ર૦-પ-ર૦ સુધી રહેશે. ત્યાર બાદ વધારે રાહત અનુભવાય અને કેતુ મહારાજ મૂળ નક્ષત્રમાં ર૩-૯-ર૦ સુધી છે ત્યાં સુધી કોઇને કોઇ સમસ્યાનો સામનો કરવો પડે.

આ સમયમાં દરેક વ્યકિતએ જગત કલ્યાણ માટે પોત પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું જોઇએ તેમ શ્રી જોશીએ અંતમાં જણાવ્યુ઼ છે.

(3:28 pm IST)