Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

એટ્રોસીટી અને ખૂનની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૩૧ :. એડી. ડીસ્ટ્રીકટ જજ શ્રી એચ.એમ. પવાર આઈ.પી.સી.ની કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧), (આર)(એસ), ૩(૨), (૫-એ), ૩(૧), (ઝેડ,એ) (ઈ) મુજબના કેસમાં આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટૂંકમા હકીકત એવી છે કે વિંછીયા ગામના રહેવાસી તસ્વીનભાઈ ખીમજીભાઈ જાખણીયા વિરૂદ્ધ તે જ ગામના રહેવાસી દિપકભાઈ લક્ષ્મણભાઈ પરમારે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ૨૪-૧-૨૦૧૮ના રોજ આઈ.પી.સી.ની કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧), (આર)(એસ), ૩(૨), (૫-એ), ૩(૧), (ઝેડ,એ) (ઈ) મુજબની ફરીયાદ આરોપી તસ્વીનભાઈ ખીમજીભાઈ જાખણીયા વિરૂદ્ધ નોંધાવેલ હતી.

ફરીયાદમાં કરવામાં આવેલ આક્ષેપો મુજબ આ કામના ફરીયાદી વિંછીયા ગામમાં આવેલ પીજીવીસીએલની કચેરીની ભારત ઝેરોક્ષ તથા પીજીવીસીએલના ફોર્મ ભરી તપાસ રીપોર્ટ આપવાનું કામકાજ કરતા હતા આ પીજીવીસીએલના તપાસ રીપોર્ટ આપવાનું પીજીવીસીએલનું કોઈ સત્તાવાર લાયસન્સ ધરાવતા ન હતા અને આરોપી તસ્વીનભાઈ ખીમજીભાઈ જાખણીયા ફરીયાદીની કેબીનની બાજુમાં જ આ જ પ્રકારનું કામકાજ કરતા હોય અને તેઓ પીજીવીસીએલનુ કાયદેસર લાયસન્સ ધરાવતા હોવા છતા તેમનો ધંધો સરખો ચાલતો ના હોય ફરીયાદીને લાયસન્સ વગર ધંધો ન કરવા અનેકવાર રોકટોક કરેલ અને તા. ૨૨-૧-૨૦૧૮ના રોજ ફરીયાદીએ આરોપીને સમાધાન માટે વાતચીત કરવા બોલાવતા આરોપીએ ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ભૂંડા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાનુ ફરીયાદીએ પોતાની ફરીયાદમાં જણાવેલ.

આ કેસ ચાલી જતા તમામ સાહેદોની જીણવટભરી ઉલટ તપાસ દરમિયાન કોર્ટ સમક્ષ આવેલ તથ્યો તથા આરોપીના વકીલશ્રી સંજય પંડિતની દલીલો અને રજુ રાખેલ વડી અદાલતના ચુકાદાઓને ગ્રાહ્ય રાખી ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોય કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરેલ હતો. આ કામે આરોપી વતી સંજય પંડિત રોકાયેલ હતા.

(3:27 pm IST)