Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

હવે ગરમીના દિવસોઃ પારો ઉંચકાશે

૨ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન ૩૭ થી ૩૮ કે તેનાથી નીચુ રહેશે : તા. ૩ થી ૭ સુધી ગરમીમાં વધારો થશે, ૪૦ થી ૪૧ ડીગ્રીએ પહોંચી જાય : તા. ૫-૬ ના ગરમીનો અનુભવ વધુ થાય : અશોકભાઇ પટેલ

રાજકોટ, તા. ૩૧ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પવનના જોર વચ્ચે ગરમીમાં રાહત જોવા મળી હતી, ગઇકાલે રાજયના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું જોર વધુ જોવા મળ્યું હતું. હાલમાં દિવસનું મહત્તમ નોર્મલ તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રી ગણાય જે ગઇકાલે અમુક સેન્ટરોમાં તેનાથી પણ ઉંચુ નોંધાયેલ. દરમિયાન વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે હવે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે. તઓએ ૩૧ માર્ચથી ૭ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવ્યું છે કે ૨ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રી કે તેનાથી નીચુે રહેશે. આ સમયગાળા દરમ્યાન સવારે ભેજનુ પ્રમાણ પણ રહેશે. પશ્ચિમના ફૂંકાશે. જયારે તા. ૩ થી ૭ એપ્રિલ દરમ્યાન તાપમાન ઉંચકાશે. ગરમીનો પારો ૪૦ થી ૪૧ ડીગ્રીએ પહોંચી જશે. આગાહીના સમયગાળા દરમ્યાન તા. ૫ અને ૬ એપ્રિલના ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે.

તેઓએ જણાવેલ કે હાલમાં ગરમીનો માહોલ જોવા મળ્યો ન હતો. ગઇકાલે આ સિઝનમાં સૌપ્રથમ વખત તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળેલ. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રી ગણાય. તેની સામે અમરેલી ૩૯.૯, રાજકોટ ૩૯.૩, સુરેન્દ્રનગર ૩૯, કેશોદ ૩૮.૮, ગાંધીનગરમાં ૩૮.૭ ડીગ્રી નોંધાયેલ.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ તા. ૩૧ માર્ચથી તા. ૭ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવે છે કે તા. ૨ એપ્રિલ સુધી મહતમ તાપમાન નોર્મલ કે નોર્મથી નીચુ આવી જશે. આ સમયમાં સવારે ભેજનું પ્રમાણ રહેશે. પવનો પશ્ચિમી ફંૂકાશે. જયારે તા. ૩ થી ૭ એપ્રિલ દરમ્યાન તાપમાન ઉંચકાશે. મહત્તમ તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રીની ઉપર આવી જશે. આ સમયગાળામાં ગરમીનો પારો ૪૦ ડીગ્રી કે ૪૧ ડીગ્રીએ પહોચી જશે. જેમાં તા. ૫ અને ૬ એપ્રિલના ગરમીનો વધુુ અનુભવ થશે. ભેજનું પ્રમાણ ઓછુ રહેશે. સૌરાષ્ટ્રમાં પશિમી અને ગુજરાતના અમુક સેન્ટરોમાં ઉત્તર-પશ્ચીમના પવન ફૂંકાશે. પવનની ગતિ ૧૨ થી ૨૦ કિ.મી. ની રહેશે. વાતાવરણ ચોખ્ખુ રહેશે. કયારેક પરચુરણ વાદળાઓ જોવા મળે.

(1:06 pm IST)