Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના વાયરસનો ટેસ્ટ RPCR ગણાય છેઃ નાક-ગળામાંથી સેમ્પલ લેવાય : ૪II થી ૫ કલાક લેબમાં પ્રોસેસ ચાલે

નાક-ગળામાંથી સેમ્પલ લીધા બાદ સ્પે. સ્ટીકમાં ભરી 'ડબી'માં રખાય અને બાદમાં બાયો સેફટી કેબીનેટમાં ચેક થાયઃ દર વખતે ૪૦ સેમ્પલ એકી સાથે ટેસ્ટ થાયઃ એક આખી બેચ હોયઃ મેડીકલ સ્ટાફે બહુ ધ્યાન રાખવું પડેઃ બધુ હાઈએલર્ટ હોય... પહેલા રાજકોટથી જામનગર મોકલાતા હવે તો રાજકોટમાં ટેસ્ટીંગ શરૂ થયાઃ પરંતુ સમય તો એટલો જ લાગે છે...

રાજકોટ, તા. ૩૧ :. કોરોના વાયરસની દેન ચીનની છે અને આ બીમારી જીવલેણ વાયરસે વિશ્વભરમાં ભૂકંપ સર્જી દીધો છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. ઈટાલી,  બ્રિટન,  અમેરિકા, સ્પેનની સ્થિતિ ભયાનક ખરાબ છે. લોકોની દશા કફોડી છે.

પણ આ જીવલેણ વાયરસનું ટેસ્ટીંગ કેમ થાય છે ? તેની આખી વિગત રાજકોટ જીલ્લાના હાઈલેવલના આરોગ્ય અધિકારી અને ડોકટરે જણાવી હતી.

તેમણે જણાવેલ કે હેમોગ્લોબીન અને બ્લડ ગ્રુપ લેવાય સેમ્પલ લેવાય તેમ આમા નથી થતું.

આમા દર્દીના નાક અને ગળામાંથી તમામ પ્રકારના સેમ્પલ લેવાય છે. આ ટેસ્ટને મેડીકલ ભાષામાં આર.પી.સી.આર. (RPCR) એવુ નામ અપાયુ છે.

આ વાયરસના સેમ્પલ લીધા બાદ તેને એક સ્પે. સ્ટીકમાં ભરાય છે, બાદમાં એક ડબીમાં રખાય છે. આ ડબી લેબમાં જતી રહે છે.

પછી અત્યંત એલર્ટ એવી બાયો સેફટી કેબીનેટમાં આ વાયરસનું સેમ્પલ ખોલાય, ટયુબ પ્રોસેસીંગ થાય, રનીંગ માટે મુકાય, રેસ ઓફ કોર સિસ્ટમ મુજબ તેનુ પ્રોસેસીંગ કરી બાદમાં પોઝીટીવ-નેગેટીવ રીપોર્ટ જે તે વ્યકિતનો અપાય છે.

દર વખતે એક આખી ૪૦ સેમ્પલની બેચ મુકાય છે અને આ ટેસ્ટીંગ ને ૪II થી ૫ કલાકનો સમય લાગે છે.

આ વાયરસના ટેસ્ટીંગ સમયે લેબમાં રહેલા ફરજ પરના ડોકટરો, નર્સિંગ સ્ટાફ, ટેકનીશ્યને એવા પ્રકારના કપડા પહેરી બહુ ધ્યાન રાખવુ પડે છે. અત્યંત હાઈએલર્ટ બધુ હોય છે. તમામ સ્ટાફ ઉપર જોખમ રહેલુ છે. કોઈપણ ટયુબમાં ભરેલુ વાયરસ ટેસ્ટીંગ માટેનું કેમીકલ કે અન્ય કોઈ એવી દવાની ટયુબ તૂટી જાય કે વાયરસની તૂટી ન જાય તેની બારીકાઈથી તકેદારી રાખવી પડે છે.

રાત-દિવસ કામ કરી રહેલા આ આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યુ કે રાજકોટથી પહેલા જામનગરમાં કોરોના અંગે સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલાતા પરંતુ હવે રાજકોટમાં શરૂ થઈ ગયુ છે, પરંતુ પ્રોસેસ તો એ જ ૪II થી ૫ કલાકની  લાગે  છે.

(10:12 am IST)