Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજકોટના વધુ એક કોરોના પોઝિટિવ કેસ : 28 વર્ષનો યુવાનનો પોઝિટિવ રિપોર્ટ : રાજકોટમાં કુલ 10 કોરોરના પોઝિટિવ: ફિલ્ડ માર્શલ રોડ પર કેસ નોંધાયો

ફિલ્ડ માર્શલ રોડ પર સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતો યુવાનની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ

રાજકોટ : રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે આ સાથે રાજકોટમાં કુલ 10 કોરોના પોઝિટિવ કેસ થયા છે ફિલ્ડ માર્શલ રોડ પર સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ યુવાન ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે

 અમદાવાદ રહેતા તેના મિત્રને કોરોના પોઝિટિવ હતો તેનો ચેપ લાગ્યો હોવાનું મનાય છે આ યુવાન હોમ કોવોરેન્ટાઇનહતો જેનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હવે આ યુવાનના ઘરના તમામને કોવોર્ટેઇન કરાયા છે

આજે રાજકોટમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 10 થઈ છે. આ દર્દી અમદાવાદમાં જોબ કરે છે ને તા.20મી માર્ચે અમદાવાદથી રાજકોટ આવેલ. તેને તા. 25 માર્ચથી લક્ષણો દેખાવાના શરૂ થયા હતા. તેને તા.29મી માર્ચે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલઅને આજે  તેમનો ટેસ્ટ પોઝિટિવ આવેલ છે.
વિશેષમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીના સંપર્કમાં આવતા રાજકોટના આ દર્દીને  ઇન્ફેક્શન લાગ્યું છે.

 

(8:48 pm IST)