Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજકોટની બી.ટી. સવાણી હોસ્પિટલ દ્વારા કોરોના સામે લડવા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. રપ-રપ લાખનું દાન અપાયું

રાજકોટ : સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના (ઘ્બ્સ્ત્ઝ્ર-૧૯) વાઇરસના સંક્રમણનો ભોગ બનેલ છે. સમગ્ર માનવજાત ઉપર એક અભૂતપૂર્વ ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ સંક્રમણનો સામનો કરવા કમર કસી છે. દેશવાસીઓની મહામુલી જીંદગી બચાવવા લોકડાઉન કરવાની ફરજ પડેલ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીની આ આરપારની લડાઇમાં સહભાગી બની આપણા દેશનાં તમામ નાગરિકોને ઉપયોગી થવું એ આપણી સૌની પવિત્ર ફરજ છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટીટયુટ ટ્રસ્ટ સંચાલિત સૌરાષ્ટ્ર અને ગુજરાતની અગ્રગણ્ય બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડ (PM-CARES)માં રૂ. રપ લાખ તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીનાં રાહત ફંડમાં રૂ. રપ લાખનું અનુદાન આપી માનવતાના આ યજ્ઞમાં સહભાગી બનેલ છે.

આ કપરા સમયમાં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલનાં ડોકટરો, નર્સીસ તેમજ અન્ય તમામ સ્ટાફ આ લડાઇમાં સરકારશ્રીની સાથે છે. હોસ્પિટલનો તમામ સ્ટાફ કિડનીને લગતી ડાયાલીસીસ અને તમામ સારવાર આપવા ખડે પગે તત્પર રહેશે. કિડની તેમજ પેશાબને લગતા તમામ ઇમરજન્સી દર્દીઓને હોસ્પિટલનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

(9:01 pm IST)