Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા બજેટનો અભ્યાસ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૩-૨૪નું નવું અને ૨૦૨૨-૨૩નું રિવાઇઝડ ડ્રાફટ બજેટ આજે સવારે મળેલી સ્ટે. કમિટિમાં અધ્યક્ષ પુષ્કર પટેલને સુપ્રત કયુ* હતું. આ અંગે સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આજ બપોરથી જ સ્ટેન્ડીંગ કમિટિની બેઠક બોલાવી સભ્યો દ્વારા બજેટનો અભ્યાસ શરૂ કર્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ શાખાના અધિકારીઓ સાથે પ્રોજેકટની ચર્ચા કરવામાં આવશે. મ્યુ. કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ આવતા સપ્તાહે રજૂ કરાશે.

(3:56 pm IST)