Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

શ્રમિકો ઉપર વરસતી ભાજપ સરકાર, રૃ.પમાં ભોજનઃ મિરાણી

રાજકોટ તા.૩૧ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર  રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ મૂખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ વાળી રાજયની ભાજપ સરકાર દ્વારા રાજયના શ્રમિકોને માત્ર પાંચ રૃપિયામાં શુધ્ધ, શાકાહાીર અને સ્વાદૃીષ્ટ ભોજન આપવાના નિર્ણયને આવકારદાયક ગણાવેલ છે.

રાજકોટ મહાનગર ખાતે નવ સ્થળોએ શ્રમીકોને પાંચ રૃપિયામાં ભોજન આપવાનું કાર્યરત થયુ છે., મા અન્નુપર્ણાએ જેમ ભવગાન શંકરને અન્નવૃપ્તિ કરાવી હતી, તે જ રીતે રાજયની ભાજપ સરકાર દ્વારા બાંધકામ શ્રમીક પરિવારોના ભોજનની ચિંતા કરી શ્રમીક અન્નપુર્ણા યોજનાનો પુઃન પ્રારંભ કરાવ્યો છ.ે ત્યારે આ યોજના અન્ય રાજયો માટે પ્રેરણારૃપ બની હોય, બાંધકામ શ્રમીશોને ફકત રૃા.પમાં એક ટંકનું પોષણ યુકત ભોજપ આપવાની સાથે શ્રમીકોના આરોગ્યની ચિંતા પણ રાજય સરકાર દ્વારા કરવામાં આવે છ.ે

ધન્તવરીય રથ દ્વારા શ્રમીકોને નિદાન સારવાર તેમજ ૧૭ જેટલા બ્લડ રીપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે  ત્યારે રાજકોટ શહેરના રૈયા ચોકડી, બાલાજી હોલ, મવડી ચોકડી, બોરડી નાકુ, પાણીનો ઘોડો, કડિયા નાકુ સહિત શ્રમીક અન્નપુર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હોવાનું અંતમાં આ નિર્ણયને આવકારી રાજયની ભાજપ સરકારને અભિનંદન આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવેલ હતું.

(3:40 pm IST)