Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જીબીઆ અને એકઝી. ઇજનેર ગોપાલભાઇ દ્વારા જન્‍મદિવસ સંદર્ભે બાળકોને ભાવતા ભોજન કરાવી ધન્‍યતા અનુભવી

રાજકોટઃ વીજતંત્રના કાર્યપાલક ઇજનેર શ્રી ગોપાલભાઇ પટેલના જન્‍મદિવસની ઉજવણીના ભાગરૂપે જીબીઆ ના નેજા હેઠળ માનસિક અને શારીરિક આશકત બાળકોની સાથે રહી એક પરિવારની લાગણી સાથે તમામ બાળકોને જમણવાર કરવામાં આવેલ હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં એમ.ડી. મેડમ, તમામ ચીફ એન્‍જીનીયર અને જીબીઆ ના પરિવારના સભ્‍યો હાજર રહેલ અને આ બાળકોની ભાવનાઓ અને સંવેદના સાથે રહીને એક નવી ઉર્જા મળેલ હતી.

(3:40 pm IST)