Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જોહર કાર્ડસવાળા યુસુફઅલીભાઇનો આજે જન્મદિવસઃ ૭૩માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ રાજકોટના પ્રખ્યાત જોહરકાર્ડસવાળા શેખ યુસુફઅલીભાઇનો જન્મ તા.૩૧/૧/૧૯૫૦મા થયેલ હતો. ૫૫ વર્ષ પહેલા અડધો દિવસ સ્કુલે જતા અને અડધો દિવસ નોકરી કરતા જેમાં એક વર્ષનો રૃા.૧૦૦ દિવાળીએ પગાર મળતો હતો ભણવામાં મન ન હોવાથી હીઝહોલીનેશના ડો.સૈયદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીનસાહેબ(રી.અ.) એ વેપાર કરવાનુ કહયું. પરંતુ આર્થિક પરિસ્થિતિ એવી હતી કે દુકાન લેવા માલ લેવા પૈસા ન હતા. છતા અથાગ પરિશ્રમ કરી જીવનનો મંત્ર બનાવી જયુબેલીરોડ ઉપર જવાહર સરબતના બહાર પાટીયા ૈઉપર રૃા.૨૫ની ઉધાર રાખડી લઇને ઇમાનદારી પૂર્વક વેપારની શરૃઆત કરી જેમાં કુદરતે સાથ આપ્યો

ત્યારબાદ પતંગ–રંગ–લોટરીથી સીઝનેબલ વેપાર ચાલુ કરેલ. આજે પંચાવન વર્ષ જોહર કાર્ડસને થયા આજે જોહરકાર્ડસનો વિશાળ ગ્રાહક વર્ગ છે. જે તેમની જીંદગીની પુંજી છે.

કોમી એકતા ભાઇચારા સર્વધર્મ સમભાવના હીમાયતી છે. રાજકોટમાં નિકળતી શોભાયાત્રા તેમજ દરેક ધર્મના કાર્યક્રમમાં દાઉદી બોહરા સમાજવતી યુસુફઅલીભાઇ તથા તેના મેમ્બરોને આમંત્રણ મળતા અચુક હાજરી આપે છે.

છેલ્લા ૪૭ વર્ષ ડો.સૈયદના સાહેબ(ત.ઉ.રા)ની દાઅવતે હાદીયામા પ્રેસ પ્રવકતાની ખીદમત કરે છે. ૧૯૬૭માં જોહરકાર્ડસની સ્થાપના થઇ જેમ યુગ બદલતો ગયો તેમ તેની સાથે અમો પણ ગ્રાહકવર્ગને નવા યુગ પ્રમાણે ગીફટો, ફેશન જવેલરી, રાખડી તેમજ દરેક ડે ઉપર નવી નવી આઇટમો બજારમાં મુકેલ છે જેમાં તેમના પુત્ર જોહરભાઇ, હસનેનભાઇ તથા પૌત્ર ઇબ્રાહીમભાઇનો ખરીદીમાં સાથ મળે છે મો. ૯૪૨૮૮ ૯૪૭૫૨

(3:38 pm IST)