Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

લોકભાગ્‍ય બજેટ આપનાર મનપાની એકાઉન્‍ટ ટીમ ઉપર અભિનંદન વર્ષા

ચીફ એકાઉન્‍ટન્‍ટ અમિતભાઇ સવજીયાણી અને સ્‍ટાફ દ્વારા આર્થિક સ્‍થિતીને સંભાળી અંદાજપત્ર આપ્‍યું

રાજકોટ,તા. ૩૧ : મ્‍યુ. કોર્પોરેશનમાં વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ તૈયાર કરવા માટે એકાઉન્‍ટ વિભાગના ચીફ એકાઉન્‍ટન્‍ટ અમીતભાઇ સવજીયાણી અને તેમના સ્‍ટાફની ટીમે સતત ચાર મહીનાની દિવસ-રાતની જહેમત ઉઠાવી હતી. ગઇ રાત્રે ૧૧ વાગ્‍યે શ્રી સવજીયાણીએ બજેટલને ફાઇનલ ટચ આપ્‍યો હતો.આગલા વર્ષોમાં કોરોનાની અસર સહિતના આ તમામ પડકારો ઝીલીને પણ તંત્રની આર્થિક સ્‍થિતીને ડામાડોળ થતી અટકાવી અને ચાલુ પ્રોજેકટો ચાલુ રાખવા તથા હવે નવા વર્ષના પ્રોજેકટો ચાલુ કરવા તેની આવક અને ખર્ચના ચોક્કસ અંદાજો મુકવા. આવી તમામ મુશ્‍કેલી વિ. બાબતોના સામનો કરી શ્રી સવજીયાણીની ટીમ દિવસ-રાત એક કરીને લોકભાગ્‍ય બજેટ આપવાનો સફળ પ્રયાસ કર્યો જે ખરેખર પ્રશંસનીય કાર્ય છે.

(3:32 pm IST)