Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૧૨ ફેબ્રુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર

   રાજકોટ, ૩૧ :   રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્‍શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્‍લોક લેવામાં આવશે, જેના કારણે ૨ ફેબ્રુઆરીથી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્‍યા અનુસાર, અસરગ્રસ્‍ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

-  ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૦૩.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી રદ.

  ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસ ૦૪.૦૨.૨૦૨૩ થી ૧૨.૦૨.૨૦૨૩ સુધી રદ.

-    ટ્રેન નંબર ૧૯૫૭૧ રાજકોટ-પોરબંદર એક્‍સપ્રેસ ૦૭.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી રદ.

-  ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ એક્‍સપ્રેસ ૦૭.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી રદ.

-  ટ્રેન નંબર ૧૯૨૫૨ ઓખા-વેરાવળ એક્‍સપ્રેસ ૦૬.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી રદ.

-  ટ્રેન નંબર ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્‍સપ્રેસ ૦૭.૦૨.૨૦૨૩ થી ૧૨.૦૨.૨૦૨૩ સુધી રદ.

-  ટ્રેન નંબર ૦૯૪૩૫ અમદાવાદ-ઓખા સ્‍પેશિયલ ટ્રેન ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ રદ.

-  ટ્રેન નંબર ૦૯૪૩૬ ઓખા-અમદાવાદ સ્‍પેશિયલ ટ્રેન ૧૨.૦૨.૨૦૨૩ ના રોજ રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

- ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્‍સપ્રેસને ૦૨.૦૨.૨૦૨૩ થી ૧૦.૦૨.૨૦૨૩ સુધી ભાવનગરથી સુરેન્‍દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્‍દ્રનગર-ઓખા વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

-  ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્‍સપ્રેસને ૦૩.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી સુરેન્‍દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

-  ટ્રેન નંબર ૧૨૨૬૭ મુંબઈ સેન્‍ટ્રલ-હાપા દુરંતો એક્‍સપ્રેસને ૦૨.૦૨.૨૦૨૩ થી ૧૦.૦૨.૨૦૨૩ સુધી મુંબઈ સેન્‍ટ્રલથી સુરેન્‍દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્‍દ્રનગર-હાપા વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

-  ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા-મુંબઈ સેન્‍ટ્રલ દુરંતો એક્‍સપ્રેસને ૦૩.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી સુરેન્‍દ્રનગરથી મુંબઈ સેન્‍ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન હાપા-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

-  ટ્રેન નંબર ૧૯૧૧૯ અમદાવાદ-વેરાવળ ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસને ૦૩.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી અમદાવાદથી સુરેન્‍દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્‍દ્રનગર-વેરાવળ વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

- ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-અમદાવાદ ઇન્‍ટરસિટી એક્‍સપ્રેસને ૦૩.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી સુરેન્‍દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

-  ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસફર એક્‍સપ્રેસને ૦૬.૦૨.૨૦૨૩ થી ૧૦.૦૨.૨૦૨૩ સુધી બાંદ્રાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-જામનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

-  ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા હમસફર એક્‍સપ્રેસને ૦૭.૦૨.૨૦૨૩ થી ૧૦.૦૨.૨૦૨૩ સુધી વાંકાનેરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન જામનગર-વાંકાનેર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

- ટ્રેન નંબર ૧૯૨૧૭ બાંદ્રા-વેરાવળ સૌરાષ્‍ટ્ર જનતા એક્‍સપ્રેસને ૦૬.૦૨.૨૦૨૩ થી ૧૦.૦૨.૨૦૨૩ સુધી અમદાવાદથી સુરેન્‍દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્‍દ્રનગર-વેરાવળ વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

-  ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્‍ટ્ર જનતા એક્‍સપ્રેસને ૦૭.૦૨.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ સુધી સુરેન્‍દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્‍દ્રનગર વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

- ટ્રેન નંબર ૨૨૯૩૮ રેવા-રાજકોટ એક્‍સપ્રેસને ૦૬.૦૨.૨૦૨૩ ના રોજ રીવાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્‍ચે આંશિક રીતે રદ રહેશે.

રીશેડ્‍યુલ કરેલ ટ્રેનો

-  ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-વારાણસી એક્‍સપ્રેસ ૦૯.૦૨.૨૦૨૩ ના રોજ ઓખાથી ૩ કલાક મોડી ઉપડશે.

- ટ્રેન નંબર ૧૧૪૬૬ જબલપુર-વેરાવળ એક્‍સપ્રેસ ૧૦.૦૨.૨૦૨૩ ના રોજ જબલપુરથી ૮ કલાક મોડી ઉપડશે.

-  ટ્રેન નંબર ૧૧૪૬૫ વેરાવળ-જબલપુર એક્‍સપ્રેસ ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ વેરાવળથી ૭ કલાક મોડી ઉપડશે.

-  ટ્રેન નં. ૧૧૦૮૭ વેરાવળ-પુણે એક્‍સપ્રેસ ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ વેરાવળ ૭ કલાક મોડી ઉપડશે.

-  ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્‍ટ્રલ સૌરાષ્‍ટ્ર મેલ ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ ઓખાથી ૬ કલાક મોડી ઉપડશે.

- ટ્રેન નંબર ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ એક્‍સપ્રેસ ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ ઓખાથી ૯ કલાક મોડી ઉપડશે.

માર્ગમાં મોડી થનાર ટ્રેનો

-  ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી એક્‍સપ્રેસ ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ જામનગર-રાજકોટ વચ્‍ચે ૩૦ મિનિટથી ૪૫ મિનિટ સુધી મોડી થશે.

-  ટ્રેન નંબર ૨૨૯૩૯ હાપા-બિલાસપુર એક્‍સપ્રેસ ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ હાપા-રાજકોટ વચ્‍ચે ૩૦ મિનિટથી ૪૫ મિનિટ સુધી મોડી થશે.

- ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્‍હી સરાઈ રોહિલ્લા એક્‍સપ્રેસ ૧૧.૦૨.૨૦૨૩ ના રોજ પોરબંદર- રાજકોટ વચ્‍ચે ૧૫ મિનિટથી ૩૦ મિનિટ સુધી મોડી થશે.

૩૧.૦૧.૨૦૨૩ થી ૧૧.૦૨.૨૦૨૩ ના સમયગાળા દરમિયાન માર્ગમાં મોડી થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ

-  મંગળવારઃ ટ્રેન નં. ૧૯૫૬૭ તુતીકોરિન-ઓખા વિવેક એક્‍સપ્રેસ માર્ગ માં ૨ કલાક ૩૦ મિનિટથી મોડી પડશે, ટ્રેન નંબર ૨૦૯૩૭ પોરબંદર-દિલ્‍હી સરાય રોહિલ્લા એક્‍સપ્રેસ માર્ગ માં ૩૦ મિનિટ મોડી પડશે અને ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ સેન્‍ટ્રલ-પોરબંદર એક્‍સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ મોડી થશે.

- બુધવારઃ ટ્રેન નંબર ૨૨૯૦૮ હાપા-મડગાંવ એક્‍સપ્રેસ અને ટ્રેન નંબર ૨૦૮૨૦ ઓખા-પુરી એક્‍સપ્રેસ માર્ગમાં ૨૦ મિનિટ મોડી થશે.

- શુક્રવારઃ ટ્રેન નંબર ૫૦૪૫ ગોરખપુર-ઓખા એક્‍સપ્રેસ અને ટ્રેન નંબર ૧૯૫૭૮ જામનગર-તિરુનાલવેલી એક્‍સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ મોડી થશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્‍ત ફેરફારને ધ્‍યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્‍સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

(3:21 pm IST)