Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

કાલથી ચણા, રાયડો, તુવેર માટે ઓનલાઇન નોંધણીઃ તા.૧૦ માર્ચથી ટેકાના ભાવે ખરીદી

રાજકોટ તા. ૩૧ : રાજય સરકાર દ્વારા ગુજરાત સ્‍ટેટ કો.ઓ.માર્કેટીંગ ફેડરેશન લિ.(ગુજકોમાસોલ) ના માધ્‍યમથી આવતા દિવસોમાં ચણા, રાયડો અને તુવેરની ટેકાના ભાવે ખરીદી થનાર છે. જેના માટેખેડૂતોની ઓનલાઇન નામ નોંધણી આવતીકાલે ૧ ફેબ્રુઆરીથી શરૂ થશે ૧૦ માર્ચથી ત્રણેય ખેત ઉપજની ખરીદી શરૂ થશે.

ખેડૂતો પોતાના ગામમાં પંચાયત ઘરના કોન્‍મ્‍યુટર ઓપરેટર પાસે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. આ વખતે ચણાનો પાક પુષ્‍કળ થશે તેથી નામ નોંધણી મોટા પ્રમાણમાં થવાની શકયતા છે ખેડૂતોને ખૂલા બજારમાં પૂરતા ભાવ ન મળે તો ટેકાના ભાવથી રાહત થાય તેવો સરકારનો હેતુ છે. ખુલ્લા બજારમાં સારા ભાવ મળતા હોય ત્‍યારે ખેડૂતો સરકારને ખેત ઉપજ વેચવા ઉત્‍સુક હોતા નથી.

ચાણાનો ટેકાનો કવીન્‍ટલના ભાવ રૂા.પ૩૩પ રહેશે.(

(1:35 pm IST)