Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ફેબ્રુઆરીનો જીલ્લા સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩મીએ યોજાશે

રાજકોટ તા. ૩૧:  જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્‍ચ ક્ક્‌ષાએ, ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્‍વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવનાર છે. નાગરિકોના પ્રશ્નો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે આગામી  ૨૩/૦૨/૨૦૨૩ના રોજ ૧૧ કલાકે કલેકટર કચેરી રાજકોટ ખાતે જિલ્લા કક્ષાએ સ્‍વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના મહેસુલી તંત્રને લગતા પ્રશ્નો તા. ૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં કલેકટર કચેરી, રાજકોટ ખાતે રજૂ કરવાના રહેશે.

સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં. પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઈએ બીજાનો પ્રશ્ન ધ્‍યાને લેવાશે નહીં. કોર્ટ મેટર, દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્‍યાનમાં લેવાશે નહીં. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબંધિત મામલતદારને અરજી કરવાની રહેશે.

તા.૧૦ બાદની અરજી કે અસંદિગ્‍ધ અને અસ્‍પષ્ટ રજૂઆતવાળી, નામ-સરનામાં વગરની કે વ્‍યક્‍તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્‍શન રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી વગેરે પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં જેની અરજદારોએ ખાસ નોંધ લેવા કલેકટર કચેરીની યાદીમાં ઉમેરાયું છે. 

(11:45 am IST)