Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઘોઘાવદરમાં સંતશ્રી દાસી જીવણ સાહેબ સેવા શ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રવિવારે સમુહલગ્ન

૧૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે : સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં દાતાઓનું સન્‍માન : સંત રોહીદાસબાપાની જયંતિએ ભાવવંદના

રાજકોટ તા. ૩૦ : સંતશ્રી દાસી જીવણ સાહેબ સેવા શ્રમ ચેરીટેબલ ટ્રસ્‍ટ ઘોઘાવદર દ્વારા આગામી તા. ૫ ફેબ્રુઆરીના રવિવારે સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કમીટીના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે માતા પિતાની છત્રછાયા ગુમાવેલી કે જરૂીયાતમંદ પરિવારની હોય તેવી ૧૧ દિકરીઓને વાજતે ગાજતે સાસરે વળાવાશે. દાતાઓના સહયોગથી ૩૩ થી વધુ વસ્‍તુઓ કરીયાવરમાં અપાશે.

તા. ૫ ના રવિવારે સાંસદ રમેશભાઇ ધડુકની વાડી, આટકોટ-ગોંડલ રોડ, ઘોઘાવદર ખાતે આયોજીત આ મંગલ અવસરે સવારે ૮ વાગ્‍યે જાનના સામૈયા અને ૧૦ થી ૧૧ દરમિયાન દાતાઓ તથા મહેમાનોનું સન્‍માન કરાશે.

સંતશ્રી ભીમ સાહેબની જગ્‍યા ગુરૂગાદી આમરણના પૂ. શ્રી ગુલાબદાસ બાપુ, આનંદ આશ્રમ ઘોઘાવદરના ડો. નિરંજન રાજયગુરૂ, ભવનાથ તળેટી જુનાગઢના શ્રી નગા ભગત, અલખધણી આશ્રમ, ભંડારીયાના શ્રી ડાયાભગત, સરસઇના શ્રી રોહીદાસ આશ્રમના મહંતશ્રી, રામદેવપીર ગાદી મકરપુરા બરોડાના શ્રી ગીરીશજી મહારાજ, અમરેલીના શ્રી ભરતગીરી, અલખધણી આશ્રમ વાડાસડાના શ્રી વાલદાસબાપુ, દાસી જીવણ સાહેબની જગ્‍યા કુંભારીયા (કચ્‍છ) ના શ્રી આણંદદાસ બાપુ, વાઘવિરામ સાહેબની જગ્‍યાના શ્રી વિજયબાપુ સહીતના સંતો મહંતો ઉપસ્‍થિત રહી આશીર્વચનો આપશે.

અવસરની વધુ માહીતી માટે અનિલબાપુ (મો.૮૭૮૦૫ ૭૪૯૧૧, દીપકરાબમ (મો.૯૫૭૪૦ ૯૯૬૨૪), શ્રી મોરારીબાપુ (મો.૮૪૬૯૯ ૬૦૭૪૬) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મહંતશ્રી મોરારીબાપુ (ઘોઘાવદર), મહંતશ્રી અનિલબાપુ (ઘોઘાવદર), મહંતશ્રી દીપકરામ (ઘોઘાવદર), જયંતિભાઇ પુનાભાઇ પરમાર (વાડધરી), નારણભાઇ ભલાભાઇ ખીમસુરીયા (મોટા મહીકા) નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(11:35 am IST)