Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ઋષિ પ્રસન્‍ન : અસાધારણ બુધ્‍ધિમતાનો માલિક

આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇન કરતા પણ વધારે IQ ધરાવતો ૮ વર્ષનો ભારતીય બાળક

ગયા અઠવાડિયા સુધી જેને કોઈ ઓળખતુ પણ નહોતું અને જેના નામથી કોઈ પરિચિત પણ ન હતુ તે સગીર વયની માત્ર આઠજ વર્ષની ઉમરનું બાળક ઋષિ શિવ પ્રસન્નાને જયારથી તેના એન્‍ડ્રોઈડ એપ ડેવલપમેન્‍ટ ઈનોવેશન્‍સ માટે પ્રતિષ્ઠિત ગણાતો ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્‍કાર એવોર્ડ' મળ્‍યો છે ત્‍યારથી તે વિશ્વભરમાં લોકપ્રિય થઇ ગયો છે અને જગતભરના લોકોએ તેની ગંભીરતાથી નોંધ લીધી છે જેના કારણે હાલ તે દુનિયાભરની પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનીક ઉપરાંત સોસીયલ મીડિયામાં પણ ચર્ચાસ્‍પદ ચહેરો બની ગયો છે.

ઋષિ મૈસુર જિલ્લાના નંજનગુડ નગરના વતની છે. તેમના પિતા પ્રસન્ન કુમાર એમ. બેંગલુરૂની એક એન્‍જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે અને માતા રેચેશ્વરી સોફટવેર એન્‍જિનિયર તરીકે કામ કરે છે. ઋષિ હાલ તેના માતાપિતા સાથે બેંગલુરુમાં ઉત્તરહલ્લીમાં રહે છે.

ઋષિએ નાનપણથીજ તેની પ્રતિભા દેખાડી દીધી હતી અને જયારે તેઓ નર્સરીમાં હતા ત્‍યારેજ તેમના શિક્ષકોએ ઓળખી કાઢેલું કે ઋષિની સમજણશક્‍તિ અને ગ્રહણ કરવાના કૌશલ્‍યના સંદર્ભમાં તે તેના વરિષ્ઠો કરતા પણ ઘણો આગળ છે.ᅠᅠવિજ્ઞાનમાંથી તેણે ટેક્‍નોલોજીમાં રસ કેળવ્‍યો અને માત્ર પાંચ વર્ષની ઉંમરેજ તેણે કોડિંગ પણ શીખી લીધું જેના આધારે તેણે બાળકો માટે ‘વિશ્વના દેશો' ‘CHB' અર્થાત ‘કોવિડ હેલ્‍પલાઈનᅠબેંગ્‍લોર' અને ‘IQ ટેસ્‍ટ એપ્‍લિકેશન' નામની ત્રણ વિવિધ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ શૈક્ષણિક મોબાઈલ એપ્‍લિકેશનો વિકસાવી.

ઋષિએ કોડિંગમાં તેવા સ્‍થાને નિપુણતા મેળવી જયાં તે વિશ્વનો સૌથી યુવા ‘ગુગલ - એન્‍ડ્રોઇડ ડેવલપર' એટલે કે ‘ગુગલ પ્રમાણિત વિકાસકર્તા' બની ગયો કારણ કે તેણે બાળકો, ‘વિશ્વના દેશો' અને ‘CHB' માટે ‘IQ ટેસ્‍ટ એપ્‍લિકેશન' પ્રકાશિત કરી હતી.ᅠ

ઋષિએ તેની પાંચ વર્ષની ઉમરમાંજ સાત પુસ્‍તકોના ભાગમાં વહેચાયેલું હેરી પોટર સીરીઝની આખી શ્રેણી પૂર્ણ કરી લીધી હતી જેમાં કુલ દસ લાખથી વધુ શબ્‍દોનો સમાવેશ કરવામાં આવેલ છે જે તેમની એક અત્‍યંત પ્રભાવશાળી સિદ્ધિ છે.

ઋષિએ કહેલું કે તેની પાંચ વર્ષની ઉંમરે જયારે તેને તેના અસાધારણ આઈ.ક્‍યૂ. લેવલની ખબર પડી ત્‍યાં સુધીમાં તો તેણે ઘણી બધી વસ્‍તુઓ શીખવાનું અને તેમનો અમલ કરવાનું શરૂ કરી દીધેલું.ᅠ

ઋષિને જયારે તેમની આસપાસના અન્‍ય લોકો વિશે પૂછવામાં આવ્‍યું કે જેમની પાસે કદાચ તેમના જેવું ઉચ્‍ચ કક્ષાનું IQ સ્‍તર નથી  ત્‍યારે ઋષિએ કહેલું કે ‘દરેક વ્‍યક્‍તિમાં કોઈને કોઈ ક્ષમતા રહેલી હોય છે.ᅠવ્‍યક્‍તિએ અન્‍વેષણ કરવાની જરૂર છે અને અન્‍ય બાબતો વિશે ચિંતા કરવા કરતા તેમની અંદર રહેલી ક્ષમતાને પ્રોત્‍સાહિત કરવાની જરૂર છે.'

ઋષિએ તેની નાની ઉંમરમાંજ જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના માટે તેને બિરદાવવામાં આવી રહ્યો છે ત્‍યારે આવા સમયે તે તેના માતા-પિતા માટે પણ એક પડકાર સમાન છે.

ઋષિના માતા પિતા તેનામાં રહેલી અસાધારણ બુદ્ધિમતાને નિખારવામાં તેને પુરતો સહયોગ આપે છે. ઋષિના પિતાશ્રી પ્રસન્ના કુમારના જણાવ્‍યા મુજબ ‘ઋષિ ખૂબ જ સક્રિય બાળક છે અને તેની અસાધારણ બુદ્ધિમત્તાના સ્‍તરને પહોંચી વળવું એ તેમના માટે પણ એક પડકારજનક કાર્ય છે.ᅠતે જે કંઈપણ કરે છે તેમાં માત્ર ને માત્ર તેને પ્રોત્‍સાહિત કરવા માટે અમોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે અને અમે તેમજ કરીએ છીએ.ᅠઅમે તેને સંલગ્ન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને તે સુનિヘતિ કરવાનો પ્રયાસ કરીએ છીએ કે તે વાળવામાં ન આવે.'

ઋષિના માતા પિતા વધુમાં એવું કહે છે કે તેમના મિત્રો અને શુભેચ્‍છકોએ તેમના બાળકને ઉચ્‍ચ વર્ગમાં મૂકવાની ખાસ સલાહ આપી હોવા છતાંપણ ઋષિના પિતા પ્રસન્ના કુમાર અને માતા રેચેશ્વરી એવું   જણાવે છે કે તેમના પુત્રનું બાળપણ ખૂબ જ સ્‍વાભાવિક છે.ᅠ‘તેમના વયજૂથના બાળકો સાથે સહપાઠી તરીકે જોડાવવું તેના માટે ખૂબ જ નિર્ણાયક છે.ᅠતેમાં કોઈ બાંધછોડ થવી કે કરવી જોઈએ નહીં.'

ઋષિ માટે વાંચન એ એક ફોર્મ રિલેક્‍સેશનનું કાર્ય કરે છે. તેઓ વાંચન કરવા છતા લખવામાં પણ વિશેષ રૂચી ધરાવે છે. ઋષિએ પહેલેથી જ બે પુસ્‍તકો લખ્‍યા છે જેમાં પ્રથમ પુસ્‍તકનું શીર્ષક ‘લર્ન વિટામિન્‍સ વિથ હેરી પોટર' એ બાળકો માટે વિટામિન્‍સનું મહત્‍વ સમજાવતું અને તેને આહારમાં ક્‍યાંથી શોધી શકાય તે વિષેનું શૈક્ષણિક પુસ્‍તક છે જયારે તેમના બીજા પુસ્‍તકનું શીર્ષક ‘એલિમેન્‍ટસ ઓફ અર્થ' છે જેમાં પૃથ્‍વી પરના પાંચ મુખ્‍ય તત્‍વો વિશેની વાત કરવામાં આવી છે. જે મૂળભૂત તત્‍વો પૃથ્‍વી પરજ જોવા મળે છે. ઋષિ હવે ત્રીજું પુસ્‍તક પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છે જે શ્રેણીમાં એક પછી એકના ક્રમમાં બહાર પાડવામાં આવશે.

ઋષિ મેન્‍સા ઈન્‍ટરનેશનલના સૌથી નાની વયના સભ્‍ય છે જે દુનીયાભરના ઉચ્‍ચ આઈ.ક્‍યુ. ધરાવતા લોકો માટેની વિશ્વની જૂનામાં જૂની અને સૌથી પ્રતિષ્ઠિત હાઈ-આઈક્‍યુ સોસાયટીઓમાંની એક સોસાયટી છે. ઋષિ જયારે આ સોસાયટીમાં જોડાયા ત્‍યારે તેઓ માત્ર  ૪ વર્ષના હતા અને તેમની ત્રણ વર્ષની ઉમરના બાળકો જયારે મૂળાક્ષરો શીખવાનું શરૂ કરતા હતા ત્‍યારે ઋષિ સૂર્યમંડળ, બ્રહ્માંડ, ગ્રહો, આકારો અને સંખ્‍યાઓ વિશેની વિસ્‍તૃત વાતો કરી શકવાને સમર્થ બની ગયા હતા.

ઋષિને કોમ્‍પુટરને લાગતું તમામ પ્રકારનું જ્ઞાન તેમની સોફટવેર એન્‍જિનિયર માતા પાસેથી તેમની ગળથુથીમાંજ મળ્‍યુ છે અને તે માત્ર એક વિદ્યાર્થી કે મોબાઈલ એપ્‍લિકેશન ડેવલપર અને લેખકજ નથી પરંતુ, ૧૮૦ની ઈન્‍ટેલિજન્‍સ ક્‍વોશન્‍ટ (IQ) ધરાવતો એક બાહોશ વિદ્યાર્થી પણ છે.

IQ એ વ્‍યક્‍તિની બુદ્ધિને સમજવા માટેનું પ્રમાણભૂત માપ છે. સામાન્‍ય રીતે દરેક લોકોનો આઈ.કયુ. ૮૫ થી ૧૧૫ના બેંચમાર્ક જેટલો હોય છે અને ઉચ્‍ચ બુદ્ધિમતા ધરાવતા લોકોનો આઈ. કયુ. ૧૩૦ના બેંચમાર્ક કરતા પણ વધારે હોય છે અને ૧૩૦ ઉપરનું IQ ધરાવતા લોકો સામાન્‍ય રીતે સુપર બુદ્ધિશાળી હોવાનું માનવામાં આવે છે. જગતના મહાન વૈજ્ઞાનિક આલ્‍બર્ટ આઈન્‍સ્‍ટાઈનનો આઈ. ક્‍યુ. ૧૬૦ બેન્‍ચમાર્ક જેટલો હતો જયારે ઋષિ પ્રસન્નાનો પ્રમાણિત આઈ. ક્‍યુ. ૧૮૦ બેન્‍ચમાર્ક જેટલો છે જે આ મહાન વૈજ્ઞાનિકના આઈ. ક્‍યુ. કરતા ૨૦ બેન્‍ચમાર્ક વધારે છે.

ઋષિની અવકાશ અને વિજ્ઞાનમાં રહેલી તેમની રૂચિએ ટેકનોલોજી અને કોડિંગમાં છુપાયેલા જ્ઞાનને વિસ્‍તૃત કર્યું અને માત્ર તેમની પાંચ વર્ષની ઉંમરેજ તેઓ કોડિંગ શીખ્‍યા અને હાલમાં તેમણે ઘણી વપરાશકર્તા મૈત્રીપૂર્ણ એપ્‍લિકેશનો વિકસાવી છે. બે વર્ષ પહેલા વર્ષ ૨૦૨૧માં યોજાયેલા ગ્‍ળ્‍થ્‍શ્‍ઙ્ખલ્‍ યંગ જીનિયસ શોમાં પ્રોડિજીએ જણાવ્‍યું હતું કે હું એક વૈજ્ઞાનિક બનવા માંગુ છું જે મધર અર્થનું રક્ષણ કરવામાં મદદ કરે.

ઋષિએᅠધ ઈન્‍ડિયન એક્‍સપ્રેસને ઈન્‍ટરવ્‍યું આપતા જણાવ્‍યું હતું કે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ᅠઅને વડાપ્રધાનᅠશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીનેᅠમળીને તેમને ખુબજ સન્‍માન મળ્‍યું છે. વડાપ્રધાન શ્રી મોદીજીએ તેમને એ એપ્‍લીકેશન અને તેના ઉપયોગો વિશે પૂછ્‍યું જે તેમણે ડિઝાઇન કરી છે અને તેમણે તે એપ્‍લિકેશન્‍સ વિશે ટૂંકમાં સમજાવ્‍યું અને તેમના આ ક્રાંતિકારી વિચારો અને નવીનતાઓને અમલમાં મૂકવા માટે તેમની મદદ પણ માંગી જેનો પ્રધાનમંત્રીશ્રીએ સકારાત્‍મક પ્રતિસાદ આપ્‍યો હતો.

કેન્‍દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીને જયારથી ખબર પડી કે ઋષિને પાસ્‍તા ખુબજ ભાવે છે ત્‍યારથી તે ઋષિને પ્રેમથી ‘પાસ્‍તામેન' કહીને બોલાવે છે.

ઋષિ પ્રસન્નાએ વર્ષ ૨૦૨૧માં એક વાર્તાલાપના કાર્યક્રમમાં બોલતા એવું કહ્યું હતું કે ‘તમે ત્‍યારે જ જ્ઞાન મેળવી શકો છો જયારે તમે ઘણાં બધા પુસ્‍તકો વાંચ્‍યા હોય અને જયારે તમે અભ્‍યાસ કરો છો ત્‍યારે તમને તમારા બધાજ પ્રશ્નોના જવાબો મળી જાય છે અને કોઈપણ પ્રકારના પ્રશ્નના જવાબ આપવામાં કોઈ પણ પ્રકારનો ડર તમને રહેશે નહીં.ᅠઆ ઉપરાંત જો તમે દર બે કલાકે એક પુસ્‍તક નહીં વાંચો તો પછીના ફાઝલ ગયેલા ચાર કલાકોમાં તમે અભણ રહી જશો.ᅠહું ભવિષ્‍યમાં દેશની સેવા કરવા ખાતર વૈજ્ઞાનિક બનવા માંગુ છું અને સમાજ અને દેશ માટે મારાથી બનતું તમામ પ્રકારનું યોગદાન આપવા ઈચ્‍છું છું,'

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ૨૩ જાન્‍યુઆરી ૨૦૨૩માં જે ૧૧ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્‍કાર એનાયત કરવામાં આવેલા તે બાળકોમાં સાયન્‍સ વિભાગમાંથી એવોર્ડ જીતનાર ઋષિ પ્રસન્ન પણ હતો અને આ સન્‍માન એવા બાળકોને આપવામાં આવે છે કે જેઓ ૫ થી ૧૮ વર્ષની વય જૂથમાં આવે છે અને જેમણે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરીને અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહેલું કે બાળકો આપણા દેશની અમૂલ્‍ય સંપત્તિ છે જેમનો વ્‍યવસ્‍થિત રીતે ઉછેર કરવો એ આપણી જવાબદારી અને સૌથી અગ્રતમ ફરજ પણ છે.

ઋષિ પ્રસન્ના માત્ર આઠ વર્ષની વયે વિશ્વનો સૌથી એક્‍ટીવ યુવા YouTuber છે કે જે તેના યુટ્‍યુબ વીડિયોજમાં વિજ્ઞાન સંબંધિત વિષયો પર માહિતી શેર કરે છે અને સાયન્‍સને લગતા શૈક્ષણિક વીડિયોજ પોસ્‍ટ પણ કરે છે. (૨૧.૪)

 

 

કમલ એફ. જારોલી

એડવોકેટ અને

નોટરી - રાજકોટ 

૮૧૬૦૩ ૧૧૦૧૬

(10:18 am IST)