Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

શરદી - ઉધરસના ૪૩૬, તાવના ૪૫ તથા ઝાડા-ઉલ્‍ટીના ૬૯ કેસ

શહેરમાં ૭ દિ'માં રોગચાળાએ ઉપાડો લીધો : મનપા દ્વારા ૫૭૯૮ ઘરોમાં પોરાનાશક કામગીરી : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૧૯ને નોટીસ

રાજકોટ, તા. ૩૦ : શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં મિક્ષ વાતાવરણ રહ્યું છે ત્‍યારે છેલ્લા સપ્‍તાહમાં આરોગ્‍ય વિભાગના ચોપડે શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૫૫૦થી વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળાના ૨ દર્દીઓ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૨૯ જાન્‍યુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૨ કેસ

અઠવાડિયામાં મેલેરિયાના ૧, ડેન્‍ગ્‍યુના ૧ કેસ નોંધાયા છે. જયારે સીઝનમાં  મેલેરિયાના ૩, ડેન્‍ગ્‍યુના ૩ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૫૫૦ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૪૩૬ તેમજ સામાન્‍ય તાવના ૪૫ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૬૯ સહિત કુલ ૫૫૦ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ

સબબ ૧૧૯ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૫૭૯૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૬૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૧૯ લોકોને નોટીસ પાઠવી છે.(૨૧.૨૫)

 

 

 

 

 

 

 

સીટી બસના કંડકટરોની ડાંડાઇ : મોડા આવતા આજી ડેપોએથી ૨૫ રૂટો સમયસર શરૂ ન થયા

મનપા સંચાલીત સેવાના કંડકટરો સવારે નિયત સમયે ન આવતા મુસાફરોને ભારે હાલાકી : રોષ : આવી ઘટનાઓ બીજીવાર ન બને અને સ્‍ટાફની વ્‍યવસ્‍થા કરવા એજન્‍સીને તંત્રની તાકીદ

રાજકોટ તા. ૩૦ : મનપાની સીટી બસ સેવામાં હમણાથી ગ્રહણ લાગ્‍યું હોય તેવું લાગે છે. થોડા દિવસો પહેલા રેલનગર રૂટના પેસેન્‍જરોએ કંડકટરની કનડગત અંગે રજૂઆત કરી હતી ત્‍યારે આજે આજી ડેપો ખાતે પણ કંડકટરો સમયસર ન આવતા અનેક રૂટ શરૂ થયા ન હતા.

જાણવા મળતી વિગત મુજબ મનપાના આજી ડેપો ખાતે આજે સવારે ૨૫ જેટલા રૂટોના કંડકટરો સવારે સમયસર ન પહોંચતા રૂટ નિયત સમયે ચાલુ થઇ શકયા ન હતા. જેથી સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

મનપાને ઘટનાની જાણ થતાં જ એકશન લીધી હતી. તંત્ર દ્વારા સીટી બસની એજન્‍સીને કડક તાકીદ કરવામાં આવેલ તથા ભવિષ્‍યમાં આવી ઘટના ન બને તે જોવા ચેતવણી આપી હતી. આજી ડેપો ખાતેના રૂટ આજે મોડા થવાથી નોકરીયાત - વિદ્યાર્થીઓને પારાવાર હાલાકી ભોગવવી પડતા રોષ ભભુકયો હતો.

(3:46 pm IST)